✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Reliance Jio ટૂંકમાં જ લોન્ચ કરશે સૌથી સસ્તી DTH સર્વિસ, લીક થઈ સેટ ટોપ બોક્સની તસવીર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Feb 2017 02:26 PM (IST)
1

રિલાયન્સ DTH સેટ ટોપ બોક્સની તસવીર સામે આવી છે. ફોટો લીક થયા બાદ એવું કહેવાય છે કે, યૂઝર્સને ટૂંકમાં જ આ સેવાનો લાભ મળશે. તસવીરમાં DTH સેટ ટોપ બોક્સની સાથે રિમોટ પણ બતાવવામાં આવ્યું છે. DTH સર્વિસને લઇને પહેલા પણ મીડિયામાં સતત સમાચાર આવતા રહ્યા છે.

2

જિયો DTH સેટ ટોપ બોક્સની બેક સાઈડમાં LAN પોર્ટ આપવામાં આવ્યો છે. એવામાં બની શકે કે, યૂઝર આ પોર્ટની મદથી ટીવી પર ઇન્ટરનેટની મજા લઈ શકે. જ્યારે, રિમોટમાં વોઈસ સર્ચ બટન પણ છે. આ સર્ચ ગૂગલ વોઈસની જેમ જ કામ કરશે. એટલે વોઈસ કમાન્ડ દ્વારા યૂઝર્સ સર્ચ કરી શકે છે. આ ફીચરને જોઈને એવું માની શકાય કે તેનાથી ઇન્ટરનેટ એક્સેસમાં મદદ મળશે.

3

તેની સાથે પાવર માટે DC IN લાઇન કનેક્ટર પણ છે. બોક્સ ઉપરની બાજુ સંપૂર્ણ રીતે પ્લેન છે. તમને જણાવીએ કે, Jio DTHના રિમોટના સૌથી ઉપરના ભાગમાં મ્યૂટ અને પાવર બટન આપ્યા છે. તેની નીચે સિલેક્ટ કી અને ઓકે બટન છે. તેની ઠીક નીચે બેક, વોઈસ સર્ચની સાથે વોલ્યૂમ અને ચેનલ કી આપવામાં આવી છે. સૌથી છેલ્લે ચેનલ નંબર્સની કી છે. રિમોટમાં તમામ કી એક બીજાથી દૂર છે, જેથી ઉપયોગ કરવામાં સરળતા રહે. રિમોટ કામ કરી રહ્યું છે કે નહીં તે જાણવા માટે ટોપમાં એક એલઈડી ઇન્ડિકેટર પણ છે.

4

જિયો DTH સેટ ટોપ બોક્સની ડિઝાઈન અન્ય કંપનીઓના સેટ ટોપ બોક્સ કરતાં અલગ છે. તેને ગોળ ડિઝાઈન બ્લૂટૂથ સ્પીકર જેવી બનાવવામાં આવી છે. તેનો આગળનો ભાગ કેવો હશે તે તો જોવા નથી મળતું. પરંતુ બેક સાઈડમાં S/PDIF પોર્ટ, HDMI પોર્ટ, USB પોર્ટ અને એક LAN પોર્ટ આપવામાં આવ્યા છે.

5

મીડિયા અહેવાલ અનુસાર Jioના નવા પ્લાન કંઈ આ હોઈ શકે છે. JIO DTH Basic Home Pack, JIO DTH Gold Pack, JIO Silver DTH Plans, JIO Platinum Pack for DTH, JIO DTH My Plans (Customize Channels according to you), JIO DTH South India Plans, JIO DTH North India Plans, JIO DTH East India Plans, JIO DTH West Region Plans.

6

રિલાયન્સ જિયો કંપનીએ 5 સપ્ટેમ્બર, 2017ના રોજ જિયો સિમ લોન્ચ કરીને ડેબ્યૂ કર્યું હતું. જિયો યૂઝર્સની સંખ્યા અંદાજે 7.5 કરોડે પહોંચી ગઈ છે. કંપની સાથે ઓછા સમયમાં વધારે યૂઝર્સ જોડાવાનું એક મોટું કારણ ફ્રી ઇન્ટરનેટ, કોલિંગ અને રોમિંગ છે. એવામાં કહેવાય છે કે, કંપની જિયો સિમની જેમ જ DTH સર્વિસ પણ ફ્રી ઓફરની સાથે લોન્ચ કરી શકે છે.

7

નવી દિલ્હીઃ DTH સર્વિસ લોન્ચ કરીને રિલાયન્સ જિયો ફરી એક વખત ધૂમ મચાવવાની તૈયારીમાં છે. કહેવાય છે કે, આ સર્વિસ શરૂઆતના દિવસોમાં ફ્રી હોઈ શકે છે. મીડિયા અહેવાલ અનુસાર શરૂઆતના પ્લાન 49-55 રૂપિયા અને વધુમાં વધુ કિંમત 200-250 રૂપિયા સુધી જઈ શકે છે. જોકે કંપની તરફથી હાલમાં કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

  • હોમ
  • બિઝનેસ
  • Reliance Jio ટૂંકમાં જ લોન્ચ કરશે સૌથી સસ્તી DTH સર્વિસ, લીક થઈ સેટ ટોપ બોક્સની તસવીર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.