ટંકશાળે ગાંધી, કામાગાટા મારૂ ઘટના પર સ્મૃતિ સિક્કાનું વેચાણ શરૂ કર્યું, 100 અને 10 રૂપિયાના મૂલ્યમાં છે ઉપલબ્ધ

નવી દિલ્હીઃ સિક્કાનો સંગ્રહ કરનારા અને ચલણ પર સંશોધન કરનારાઓ માટે એક સારા સમાચાર છે. સરકારી ટંકશાળ, મુંબઈએ મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રીકાથી પરત ફરવાની શતાબ્દી તથા કામાગાટા મારૂ ઘટના પર સ્મૃતિ સિક્કાનું વેચાણ શરૂ કર્યું છે. આ સિક્કા મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રીકાથી પરત ફરવાની શતાબ્દીની થીમ પર આધારિત છે અને 100 અને 10 રૂપિયાના મૂલ્યમાં ઉપલબ્ધ છે.
કામાગાટા મારૂ ઘટનાની શતાબ્દી ધીમ પર સિક્કા 100 અને 5 રૂપિયાના મૂલ્યમાં ઉપલબ્ધ છે. સરકારી ટંકશાળ દ્વારા જારી જાહેરાતમાં કહેવામાં આવ્યં છે કે, પ્રુફવાળા સિક્કા 3225 રૂપિયા દરેકના અને અનસર્યુલેટેડ સિક્કા (યૂએનસી) 2644 રૂપિયામાં ઉપલબ્દ હશે. તેમાં જીએસટી સામેલ હશે.
કામાગાટા મારૂ ઘટના 23 મે, 1914ની છે. તે સમયે 376 પ્રવાસીઓને લઈને જઈ રહેલ જહાજને ઈમિગ્રેશન વિવાદને કારણે કેનેડામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તેમાંથી મોટાભાગના યાત્રી સિખ, મુસ્લિમ અને હિન્દૂ હતા. તેમાંથી અનેક યાત્રી ભારત પરત ફર્યા બાદ વિરોધ પ્રદર્શનમાં માર્યા ગયા હતા. મુંબઈ ટંકશાળે આ સ્મૃતિ સિક્કાનું વેચાણ શરૂ કર્યું છે. તેનું બુકિંગ ઓનલાઈન અને ઓફલાઈન 26 જુલાઈથી 26 સપ્ટેમ્બર સુધી કરી શકાય છે.
મહાત્મા ગાંધીની 1915માં દક્ષિણ આફ્રીકાથી પરથ ફરવાની શતાબ્દી પર બહાર પાડવામાં આવેલ સિક્કા પર રાષ્ટ્રપતિના બે છાપ પશ્ચિમી પહેરવેશમાં એક યુવા વ્યક્તિ અને ગોળ ચશ્મા પહેલ એક વૃદ્ધ વ્યક્તિની છાપ અંકિત હશે. વર્ષ 2016માં ટંકશાળે બનારસ હિન્દૂ વિશ્વવિદ્યાલયની શતાબ્દી પર એક સ્મૃતિ સિક્કો બહાર પાડ્યો હતો.