આવતા 15 દિવસમાં ટામેટાંના ભાવ ઘટશેઃ ICAR
શિમલામાં તેનો 1 કિલો ટામેટાંનો ભાવ રૂપિયા 83 જ્યારે બેંગાલુરૂમાં 1 કિલો ટામેટાંનો ભાવ રૂપિયા 75 જોવાયો હતો. આઈસીએઆરના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ એ.કે. સિંઘના જણાવ્યાં અનુસાર આગામી 15 દિવસમાં દક્ષિણના રાજ્યો તથા ટામેટાંનું ઉત્પાદન કરતાં અન્ય રાજ્યોમાંથી પુરવઠો વધતાં જ કિંમતો ઘટશે તેમ મારું માનવું છે. વરસાદનું જોર ઓછું થતાં આંધ્રપ્રદેશ, તેલંગાણા તથા મહારાષ્ટ્રમાંથી પુરવઠો વધશે જેના પરિણામે ભાવો નીચા જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્રાહક બાબતોના મંત્રાલયના આંકડા અનુસાર 29 જુલાઈના રોજ કોલકાતામાં ટામેટાંનો કિલોનો છૂટક ભાવ રૂપિયા 95, દિલ્હીમાં રૂપિયા 92, મુંબઈમાં રૂપિયા 80 તથા ચેન્નઈમાં રૂપિયા 55 હતો. અમદાવાદમાં ટામેટાંનો છૂટક ભાવ કિલો દીઠ રૂપિયા 65 હતો. ટામેટાંનો પાક લેતાં રાજ્યોમાં પણ ટામેટાંનો ભાવ આસમાને આંબ્યો હતો.
નવી દિલ્હીઃ દક્ષિણના અને અન્ય ઉત્પાદક રાજ્યોમાંથી સ્ટોક વધવાથી ટામેટાંના ભાવ આવતા 15 દિવસમાં ઘટશે. ભારતીય કૃષિ અુસંધાન પરિષદ (આઈસીએઆર)ના એક વરિષ્ઠ અધિકારીએ આ આશા વ્યક્ત કીર છે. હાલમાં ટામેટાં 100 રૂપિયા પ્રતિ કિલોની ઊંચાઈ પર પહોંચી ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -