સસ્તા કોલ અને ડેટા ટેરીફના દિવસો ગયા હવે, મોંઘા કોલદર-ડેટા ટેરીફ માટે તૈયાર રહેજો
તેમણે કહ્યુ હતુ કે, ટેલીકોમ ઉદ્યોગ અત્યારે સૌથી ગંભીર દોરમાંથી પસાર થાય છે. કંપનીઓની મુશ્કેલી વધી છે. બજારમાં જો ટકવુ હશે તો કોઇ નક્કર પગલા લેવા પડશે. સમગ્ર વિશ્વમાં સસ્તા કોલ દર માત્ર ભારતમાં જ છે.
સેલ્યુલર ઓપરેટર એસોસીએશનના પ્રેસીડેન્ટ મેથ્યુસે કહ્યુ છે કે કોલદરો વધી શકે છે. જો કે સમય અંગે તેઓએ કશુ કહ્યુ નહોતુ. તેઓએ સ્વીકાર્યુ હતુ કે, આવતા દિવસોમાં ટેરીફ વધશે.
તમામ મોબાઇલ ઓપરેટીંગ કંપનીઓએ આવનારા દિવસોમાં કોલ દર ઉપરાંત ડેટા ચાર્જના ટેરીફમાં વધારો કરવાના સંકેતો આપ્યા છે. ટેલીકોમ ઉદ્યોગ આના માટે સ્પેકટ્રમમાં લાગેલી મોટી રકમ અને ટેકસના વધતા બોજાને જવાબદાર ગણાવે છે.
નવી દિલ્હીઃ આવનારા દિવસોમાં સસ્તા કોલ દર તમને નહીં મળે. મોઘાલ કોલ અને ડેટા રેટનો બોજો સહન કરવા આમ આદમીએ તૈયાર રહેવું પડશે. જિઓની લલચામણી અને ઓછા દરવાળી સ્કીમ અટકી ગયા બાદ ફરી એક વખત કોલ અને ડેટા મોંઘા થવા થઈ શકે છે.