ફ્રી નહીં રહે UPI પેમેન્ટ સેવા, 10 જુલાઈથી લાગી શકે છે ચાર્જ
ગેજેટ્સ 360ના અહેવાલ અનુસાર એચડીએફસી બેંકે કેટલાક ગ્રાહકોને ઈમેલ મોકલ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે કે, 10 જુલાઈથી UPIથી પેમેન્ટ કરવા પર ચાર્જ લાગશે, અહેવાલ અનુસાર 1થી 25,000 રૂપિયા સુધી પેમેન્ટ માટે 3 રૂપિયા (ટેક્સ અલગથી) ચાર્જ લાગશે, જ્યારે 25 હજારથી 1 લાખ સુધીના પેમેન્ટ માટે 5 રૂપિયા (ટેક્સ અલગથી) ચાર્જ વસૂલવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગેજેટ્સ 360ને NPCIના ચીફ ઓપરેટિગં ઓફિસર દિલીપ અસ્બેનો જે મેલ આવ્યો છે તેમાં તેમણે લખ્યું છે, અમે દરેક બેંકનો યૂનાઈટેડ પેમેન્ટ ઇન્ટરફેસ ઉપલબ્ધ કરાવી છે. અત્યાર સુધી કોઈ બેંક દ્વારા યૂપીઆઈ પેમેન્ટ પર ચાર્જ લગાવવાની જાણકારી નથી. પરંતુ બેંક ઇચ્છે તો બે ખાતાધારકને વચ્ચે યૂપીઆઈ ટ્રાન્ઝેક્શન માટે ચાર્જ લઈ શકે છે. પરંતુ દુકાનમાં આ પ્લેટફોર્મ દ્વારા પેમેન્ટ કરવા પર કોઈ વધારાનો ચાર્જ નહીં લાગે. આ એનપીસીઆઈની ગાઈડલાઈનમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ નોટબંધી બાદથી કેશલેસ ઈકોનોમીને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં આજકાલ ખૂબ ભાર મુકવામાં આવી રહ્યો છે. આ ઉદ્દેશને સાકાર કરવા માટે વિતેલા વર્ષે કેન્દ્ર સરકારે UPI પેમેન્ટ સર્વિસની શરૂઆત કરી હતી. તેની મદદથી બેંકોની વચ્ચે એપ દ્વારા રૂપિયાની લેવડ દેવડ કરી શકાય છે. તેને ધ્યાનમાં રાખીને અનેક બેંકોએ પણ પોત-પોતાની યૂપીઆઈ એપ શરૂ કરીહતી, જેથી ફ્રીમાં પેમેન્ટ કરી શકાય. પરંતુ હવે સમાચાર મળી રહ્યા છે કે 10 જુલાઈથી UPIથી પેમેન્ટ કરવા પર ચાર્જ ચૂકવવો પડશે.
જોકે આ મેલ HDFC બેંક તરફતી મોકલવામાં આવ્યો છે એવામાં એ સ્પષ્ટ નથી કે આ ચાર્જ માત્ર HDFC બેંક જ વસૂલશે કે અન્ય બેંક પણ આ પ્રકારનો ચાર્જ લેશે. પરંતુ જો તમાં બેંક લેવડ દેવડ પર ચાર્જ વસૂલવાનું શરૂ કરશે તો લોકો ફરી રોકડ તરફ વળે તેવી સંભાવના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -