બદલાઈ જશે તમારો મોબાઈલ નંબર, 1 જુલાઈથી 13 આંકડાનો હશે નવો નંબર
મોબાઈલ નંબરની નવી સીરીઝ આવવાથી તમામ ઓપરેટરોએ પોતાની સિસ્ટમ અપડે કરવાની રહેશે. આ મામલે તમામ સર્કલની ઓપરેટર કંપનીઓને આદેશ જારી કરવામાં આવ્યા છે. બીએસએનએલના વરિષ્ઠ અધિકારી અનુસાર ડિસેમ્બર 2018 સુધી જૂના નંબર પણ આ પ્રક્રિયા અંતર્ગત અપડેટ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રો અનુસાર હાલમાં ચાલી રહેલ 10 આંકડાના મોબાઈલ નંબરને ઓક્ટોબરથી 13 આંકડા અનુસાર અપડેટ કરવાનું શરૂ કરવામાં આવશે. આ કામ 31 ડિસેમ્બર સુધી પૂરું કરવાનું રહેશે. જોકે હજુ સુધી એ નક્કી કરવામાં નથી આવ્યું કે હાલમાં ચાલી રહેલ મોબાઈલ નંબરમાં ફેરફાર કેવી રીતે થશે. નંબરમાં 3 ડિજિટ આગળ ઉમેરવામાં આવશે કે પાછળ એ નક્કી નથી થયું.
સૂત્રોએ એ પણ કહ્યું કે, આ મામલે મોબાઈલ હેન્ડસેટ બનાવતી કંપનીઓને પણ નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે પોતાના સોફ્ટવેરમાં 13 આંકડાના નંબર અનુસાર અપડેટ કરી લે, જેથી યૂઝર્સને કોઈ પરેશાની ન થાય.
સૂત્રો અનુસાર, બેઠકમાં કહેવામાં આવ્યું છે કે 10 આંકડામાં હવે નવા મોબાઈલ નંબરની શક્યાત રહી નથી. આ કારણે 10થી વધારે નંબરની સીરીઝ શરૂ કરવામાં આવે અને બાદમાં તમામ મોબાઈલ નંબરને 13 આંકડાના કરવામાં આવે.
નવી દિલ્હીઃ તમારો મોબાઈલ નંબર ટૂંકમાં જ બદલાઈ જશે. સરકાર તેની તૈયારી કરી રહી છે. હવો મોબાઈલ નંબર 10 આંકડાનો નહીં પરંતુ 13 આંકડાની સાથે આવશે. 1 જુલાઈ 2018 બાદ નવો નંબર લેવા પર 13 આંકડાનો નંબર મળશે. કેન્દ્રીય સંચાર મંત્રાલયે તમામ રાજ્યોને આ મામલે નિર્દેશ જારી કર્યા છે. બીએસએનએલે પણ તેના માટે તૈયારી શરૂ કરી દીધી છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર વિતેલા દિવસોમાં દિલ્હીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -