હોન્ડાએ આ બાઇકનું માત્ર 5000 રૂપિયામાં શરૂ કર્યું પ્રી બુકિંગ, 140 kg છે વજન, જાણો ફીચર્સ
આ બાઇકમાં અલોય વ્હીલની સાથે કોમ્બી બ્રેક સિસ્ટમ હશે. બાઇકમાં રિયર અને ફ્રન્ટ ટાયર 17 ઇન્ચના આપવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેમાં ફુલ LED હેડલેમ્પ અને પોઝિશન લેમ્પ છે. તેની ટેઇલ લાઇટ પણ LED છે. આ બાઇકને પાંચ કલર વેરિએન્ટ મેટ માર્વેલ બ્લૂ મેટાલિક, મેટ ફ્રોજન સિલ્વર મેટાલિક, પર્લ સ્પાર્ટન રેડ, પર્લ ઇગ્નેયર બ્લેક અને મેટ માર્શલ ગ્રીન મેટાલિકમાં લોન્ચ કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ દેશની અગ્રણી ટુ વ્હીલર કંપની હોન્ડા દ્વારા તેની ન્યૂ લોન્ચ બાઇક X-Bladeનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ બાઇકને કંપનીએ તાજેતરમાં યોજાયેલા ઓટો એક્સપો 2018માં લોન્ચ કરી હતી. ત્યારબાદ હવે કંપનીએ 5 હજાર રૂપિયામાં તેનું પ્રી-બુકિંગ શરૂ કર્યું છે.
આ બાઇકમાં 5 સ્પીડનું ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. બાઇકનું વજન 140 kg છે અને બાઇકમાં 12 લિટરની પેટ્રોલ ટેન્ક આપવામાં આવી છે.
હોન્ડા X-Bladeમાં 162.71 ccનું સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, એરકુલ્ડ, એસઆઇનું પાવરફુલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 8500 rpm પર 14.12 PSનો પાવર અને 6000 rpm પર 13.9 Nm ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે.
બાઇકની ડિલિવરી કસ્ટમર્સને આગામી મહિનેથી કરવામાં આવશે. હોન્ડાએ તેને સ્પોર્ટી લુકની સાથે પાવરફુલ પણ બનાવી છે. એટલું જ નહીં, આ બાઇકની કિંમત પણ બજેટ પ્રમાણે છે. બાઇકની દિલ્હી એક્સ શોરૂમ કિંમત 79 હજાર રૂપિયા છે.
બાઇકમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કોન્સોલ, સ્પીડોમીટર, ટેકોમીટર, ટ્રિપ મીટર, ઓડોટર, ફ્યુઅલ ગેજ, ગિયર ઇન્ડિકેટર અને સર્વિસ રિમાન્ડર પણ ડિજિટલ આપવામાં આવ્યા છે. ઉપરાંત પાસ લાઇટ, પિલોન ફૂટરેસ્ટ આપવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -