ફોન યૂઝર્સ માટે આવશે 'અચ્છે દિન', 30% સુધી ઘટી શકે છે મોબાઈલ બિલ, જાણો શું છે કારણ
રિચર્સ ફર્મ કાઉન્ટર પોઇન્ટ રિસર્ચના જણાવ્યા અનુસાર પ્રિ પેઇડ ગ્રાહકોના માસિક બીલમાં રર ટકા અને પોસપેઇડ સબસ્ક્રાઇબર્સમાં ૧૦થી ૧પ ટકા ઘટાડો નોંધાયો છે. એક સીનીયર એકઝીકયુટિવે જણાવ્યુ હતુ કે, અમને આશા છે કે સેકટરમાં સ્થિરતા આવશે. એવુ નહી થાય તો નુકસાન વધશે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ જુન કવાર્ટરમાં એરટેલનો ચોખ્ખો નફો ૭પ ટકા ગબડી સાડા ચાર વર્ષના તળીયે પહોંચ્યો છે. એવી રીતે આઇડિયાએ સતત ત્રીજા ત્રિમાસિક ગાળામાં ખોટ દર્શાવી છે. તાજેતરના કવાર્ટરમાં વોડાફોનની સર્વિસ રેવન્યુમાં ૮.૩ ટકા ઘટાડો નોંધાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇવાયના ગ્લોબલ ટેલીકમ્યુનિકેશન્સ લીડર પ્રશાંત સેહગલે જણાવ્યુ હતુ કે, ડેટાનો મોટાપાયે ઉપયોગ કરતી વ્યકિત માટે મોબાઇલ બીલ મહિને ૬૦થી ૭૦ ટકા ઘટયુ છે પણ માત્ર વોઇસ સબસ્ક્રાઇબર્સનું બીલ મહિને ૧૦થી ૧પ ટકા જ ઘટયુ છે. 'નોંધપાત્ર ડેટા યુઝર્સની જીબી દીઠ સરેરાશ ડેટા પ્રાઇસ ર૦૧૬માં મહિને રૂપિયા રપ૦ હતી. જે ઘટીને ર૦૧૭માં રૂપિયા પ૦ થઇ છે. તેને લીધે ડેટાનો વપરાશ જુન ર૦૧૬માં મહિનાના ર૦ કરોડ જીબીથી વધીને માર્ચ ર૦૧૭માં મહિને ૧.૩ અબજ જીબી થયો છે.
જોશીના જણાવ્યા અનુસાર નવા બિઝનેસ મોડલ અને આકર્ષક ટેરિફ વોરના કારણે મોબાઇલ બિલમાં સરેરાશ માસિક વધુ ૩૦ ટકા ઘટાડાની શકયતા છે. ટોચની કન્સલ્ટીંગ કંપની કેપીએમજીના જણાવ્યા અનુસાર મોબાઇલ બીલમા ૧૦ ટકા કે વધુ ઘટાડાની શકયતા છે. મોબાઇલ ઓપરેટર્સ ર૮, પ૬ અને ૮૪ દિવસ માટે રૂપિયા રપ૦ થી રૂપિયા પ૦૦ની રેન્જમાં બંડલ્ડ પેકેજીસ પુરા પાડે છે. જેમાં ૧જીબી-રજીબીની ફેર યુસેજ પોલીસી સાથે અનલીમીટેડ ડેટા અને વોઇસનો સમાવેશ થાય છે.
હાલમાં જિઓના ડેટા ટેરિફ બજાર કરતા નીચા છે અને કંપની વોઇસ કોલ તો પહેલેથી જ ફ્રી ઓફર કરે છે. ડેલોઇટ હેરિકન્સ એન્ડ સેલ્સના પાર્ટનર હેમંત જોશીના જણાવ્યા અનુસાર મોબાઇલ બીલના સરેરાશ માસિક ખર્ચ ર૦૧૭માં રપ-ર૮ ટકા ઘટીને રૂપિયા ર૪૦થી ર૮૦ થયો છે. જે ર૦૧૬માં રૂપિયા ૩૪૯ હતો. ઓપરેટર્સ ગ્રાહકોને જાળવવા ડેટા અને વોઇસના બંડલ્ડ પેકેજીસ પર મોટાપાયે આધાર રાખે છે.
એરટેલ, વોડાફોન અને આઇડિયાએ રિલાયન્સ જિઓની સ્પર્ધાને પગલે એક વર્ષમાં વોઇસ અને ડેટાના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. તેને લીધે મોબાઇલ બીલ સરેરાશ રપથી ૩ર ટકા ઘટયુ છે પણ ડેટાનો મોટાપાયે ઉપયોગ કરતા ગ્રાહકોના બીલમાં તો ૬0થી ૭૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.
નવી દિલ્હીઃ મોબાઈલ ફોન યૂઝર્સના બિલમાં આવનારા સમયમાં ઘટાડો થઈ શકે છે. આવતા વર્ષે તેમાં સરેરાશ અંદાજે 25-30 ટકા જેટલો ઘટાડો આવશે. હેવી વપરાશ ધરાવતા ડેટા યૂઝર્સના બિલમાં ભારે ઘટાડો થઈ શકે છે. એનાલિસ્ટો અને ઉદ્યોગ ઇનસાઈડર્સ અનુસાર ટેલિકોમ કંપનીઓ વચ્ચે ચાલી રહેલ પ્રાઈસ વોરને કારણે આ ઘટાડો જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -