ટામેટાનો ભાવ કિલોના 130 રૂપિયા, બીજી કઈ શાકભાજીના ભાવોમાં થયો તોતિંગ વધારો? જાણો વિગત
વિવિધ શાકભાજીના કિલોગ્રામના ભાવ જોઈએ તો ટમેટા 55 રૂપિયે કિલો મળતા હતા તે હવે 130 રૂપિયા કિલો મળી રહ્યા છે. કોથમીર 80 રૂપિયે કીલો મળતી હતી તેના 160 થઈ યા, પાલકના 50 રૂપિયા હતા તે વધીને 130 થઈ ગયા. તેમજ મરચાંનો ભાવ 50 હતો તે વધીને કિલોએ 80 રૂપિયા થઈ ગયા છે. ગવાર અને ભીંડાના 70 રૂપિયા હતા તેના 110 રૂપિયા થઈ ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેપારીઓએ આ તકનો લાભ લઈને શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો કરી દીધો છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જોકે શાકભાજીના ભાવમાં તોતિંગ ઉછાળો આવતા ફરી લોકોએ કઠોળ ખાવાનો વારો આવ્યો છે.
હાલમાં જ દૂધરોકો આંદોલનના પગલે દૂધ પાર્લરો પર પણ સ્ટોક ખાલી ગયો હોવાની વાત વહેતી થતા લોકોએ દૂધ ખરીદવા પડાપડી કરી મૂકી હતી. જેનો લાભ લઈને વેપારીઓએ મનફાવે તે રીતે દૂધના ભાવ વસુલ્યા હતા. તેવી જ રીતે વરસાદના કારણે શહેરમાં શાકભાજીની આવતી ટ્રકોમાં પણ ઘટાડો નોંધાયો છે. જેનો લાભ વેપારીઓ લઈ રહ્યા છે.
છેલ્લા એક જ સપ્તાહમાં જે શાકભાજી 40થી 50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મળતું હતું તે સીધું જ 100થી 130 રૂપિયા પ્રતિ કિલોગ્રામે મળવા લાગ્યું છે. મહત્ત્વનું છે કે આ ભાવ જથ્થાબંધ વેપારીઓ દ્વારા લેવામાં આવી રહ્યા છે જ્યારે છૂટક બજારમાં ગ્રાહકોએ આનાથી પણ વધારે કિંમત ચૂકવવી પડી રહી છે. આ કમરતોડ ભાવ વધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.
અમદાવાદઃ જુલાઈની શરૂઆતમાં પડેલ ધોધમાર વરસાદને કારણે શહેરમાં લીલા શાકભાજીના ભાવમાં કમરતોડ ઉછાળો આવ્યો છે. એક બાજુ વરસાદને કારણે ટ્રકો સમયસર ન આવતા હોય તો બીજી બાજુ વેપારીઓ આ તકનો લાભ લઈને લીલાશાકભાજીની સંગ્રહખોરી કરીને કૃતિમ રીતે ભાવમાં ઉછાળો લાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. વેપારોઓ ભાવમાં 50થી 60 રૂપિયાનો વધારો કરી ખુલ્લેઆમ લુંટ ચલાવી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -