મૂડીઝે 13 વર્ષ બાદ વધાર્યું ભારતનું રેટિંગ, GST-નોટબંધીના કર્યા વખાણ
આ સાથે જ ક્રેડિટ એજન્સીએ ચેતવણી પર આપી છે કે ભારતે પહેલા લીધેલા મસમોટા ઉધાર અને લોનના કારણે દેશની ક્રેડિટ પ્રોફાઇલ પહેલાથી દબાયેલી છે. આ પહેલા વર્લ્ડ બેંક દ્વારા ભારતના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેંકમાં સુધારો કરીને 100 નંબર પર મુકવામાં આવ્યું હતું જે પહેલા 130 નંબર પર હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેટિંગ્સ સુધારતા મૂડીઝે કહ્યું કે, ‘ભારતમાં સરકાર દ્વારા લેવામાં આવેલ આર્થિક અને સંસ્થાકીય સુધારા પગલાને કારણે ભવિષ્યમાં ઉચ્ચ વૃદ્ધીની શક્યતાઓ વધશે. જેના કારણે સરકારી ઉધાર માટે મોટાપાયે સ્થિર આધાર તૈયાર થશે. જેના કારણે મધ્યગાળમાં દેશની તિજોરી પર સરકારી કરજ ઓછું કરવામાં મદદ મળશે.’
ગ્લોબલ રેટિંગ એજન્સીએ આર્થિક અને સંસ્થાકિય સુધારાઓને ધ્યાને લઈને શક્યતાઓની વૃદ્ધી જોતા રેટિંગમાં સુધારો કર્યો હોવાનું કારણ જણાવ્યું છે. ખાસ વાત તો એ છે કે મૂડીઝે 13 વર્ષ બાદ ભારતના રેટિંગને અપગ્રેડ કર્યું છે. આ પહેલા 2004માં ભારતનું રેટિંગ વધારીને Baa3 કર્યું હતું.
વર્ષ 2015માં જ રેટિંગ એજન્સીએ ભારતના આઉટલુકને સ્થિરમાંથી સકારત્મક કરી દીધું હતું. Baa3 રોકાણની દ્રષ્ટીએ સૌથી નીચેના સ્તરનું રેટિંગ છે. જે જંક સ્ટેટસથી એક જ સ્તર ઉપર છે. વર્લ્ડ જાયન્ટ કંપનીઓ પોતાના પ્રોડક્શન હાઉસ સ્થાપવાથી લઈને કોન્ટ્રેક્ચ્યુલ વર્ક આપવાના નિર્ણયો લેવામાં આ રેટિંગ્સને આધાર તરીકે ગણે છે.
નવી દિલ્હીઃ આર્થિક મોર્ચે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. જાણીતી વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે ભારતનું સોવરિન રેટિંગ ‘બીએએ3’થી સુધારીને ‘બીએએ2’ કર્યું છે. સાથે જ આઉટલુક પોઝીટીવમાંથી સ્ટેબલ કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -