એપ્રિલથી વીમાના પ્રીમિયમમાં જંગી વધારો, જાણો એજન્ટોને મળશે કેવું તગડું કમિશન ?
ઇરડાએ સ્વાસ્થય વિમા પોલીસીમાં નવી શ્રેણીની પોલીસી આપવા અને તે માટે કમિશન પણ નક્કી કર્યુ છે. હવે લોનની ગેરેંટીવાળી પ વર્ષની ક્રેડિટ લિન્કડ સ્વાસ્થ્ય વિમા પોલિસી પણ સાથે મળશે. આપના સ્વાસ્થ્યના આધાર પર લોનના જોખમની ગેરેંટી હશે. કમિશન વધુમાં વધુ ૧પ ટકા રહેશે.
નવા નિયમ અનુસાર સ્વાસ્થ્ય વિમામાં સામાન્ય વિમાધારકના મામલામાં કમિશન ૧પ થી ૧૭.પ ટકા વચ્ચે રહેશે. હાલ સરકારી વિમા કંપનીઓ ૭.પ ટકા કમિશન એજન્ટોને આપે છે. જો કે માલિક દ્વારા અપાતા સમૂહ વિમામાં વધુમાં વધુ કમિશન ૭.પ ટકા રહેશે.
હવે મોટર વિમા હેઠળ થર્ડ પાર્ટી ઇન્સ્યુરન્સમાં ર.પ ટકાનુ કમિશન લાગશે. જયારે હાલ કોઇ કમિશન નથી લાગતું તો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સની સાથે દુર્ઘટના અને નુકસાનને કવર કરનારા સંયુકત પોલિસીમાં ૧પ ટકા કમિશન લાગશે જે હાલ ૧૦ ટકા છે.
જયારે હાલમાં આ માટે બીજા અને ત્રીજા વર્ષ ૭.પ ટકા અને તે પછી પ ટકા કમીશન લાગતુ હતુ તો રેગ્યુલર ટર્મ પ્લાનના મામલામાં ૧૦ ટકા કમિશન લાગશે.
જો કે રોકાણ સાથે જોડાયેલી વિમા પોલીસી પર કમીશનને ર ટકા પર જ રાખવા ફેંસલો લેવામાં આવ્યો છે. પોલિસીને દર વર્ષે રિન્યુ કરાવવી પડે છે હવે દર વર્ષ માટે ૭.પ ટકાના દરથી કમિશન લાગશે.
હાલમાં સૌથી સસ્તા મનાતા ટર્મ રેગ્યુલર પ્લાનમાં પહેલા વર્ષે કમીશન બે ટકા છે જે વધીને ૪૦ ટકા થઇ જશે. આ પ્રકારે સીંગલ પ્રિમિયમવાળા ટર્મ પ્લાનમાં કમિશન બે ટકાથી વધીને ૭.પ ટકા થઇ જશે.
ગાંધીનગરઃ વિમા કંપની તરફથી એજન્ટને મળતા કમિશનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ વર્ષના એપ્રિલ મહિનાથી વિમા પોલીસીનું પ્રિમિયમ મોંઘું થઇ શકે છે. વાસ્તવમાં વિમા નિયામક ઇરડાએ કંપની તરફથી એજન્ટને અપાતા કમીશનમાં બે ટકાનો વધારો કરી ૪૦ ટકા કરવાના પ્રસ્તાવને જાહેર કરી દીધો છે. સાથે સાથે કંપનીઓ તરફથી આકર્ષક છૂટની ઓફર પણ ઘટી શકે છે.