ફેસબુકની ચેતવણી, ભવિષ્યમાં ફરી લીક થઈ શકે છે ડેટા
જો આવું થશે તો અમારા યુઝર્સનો ભરોસો સ્વાભાવિક રીતે જ ઓછો થશે તેમજ બિઝનેસ પર પણ અસર પડી શકે છે. તો ડેટા લીકના કારણે કંપનીની મુશ્કેલીઓ વધી શકે છે. તેમજ પેનલ્ટીના કારણે કંપનીને આર્થિક નુકસાન પણ થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફેસબુકે પોતાના રોકાણકારોને ચેતવ્યા છે કે ડેટા લીક જેવા બીજા પણ મામલા ભવિષ્યમાં સામે આવી શકે છે. કેટલાક તત્વો દ્વારા કંપનીની પોલિસીની વિરુદ્ધ ડેટાનો ખોટી રીતે ઉપયોગ થઈ શકે છે. જેમાં ચૂંટણી કેમ્પેઇન, વણ જોઈતી જાહેરાત અને ખોટી સૂચનાઓ દેવા માટે આ ડેટાનો ઉપયોગ સામે આવી શકે છે.
પોતાના રિપોર્ટમાં કંપનીએ કહ્યું કે, સેફ્ટી અને કંટેટ રિવ્યુ માટે મોટી રકમ ખર્ચ કરવામાં આવી રહી છે. જેનાથી ડેટાના ખોટા ઉપયોગને રોકી શકાય. ફેસબુક મુજબ મીડિયા અને થર્ડ પાર્ટી તરફથી આ પ્રકારની ઘટાનાઓ અને શંકાસ્પદ ગતિવિધિઓ સામે આવી છે.
નવી દિલ્હીઃ હાલમાં જ ફેસબુકના કોરોડ યૂઝર્ના ડેટા લીક મામલે ફેસબુકના સીઈઓ વિશ્વભરમાં ટીકાનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ ઘટના બાદ ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે, ભવિષ્યમાં ડેટા લીક ન થાય તે માટે પૂરતો પ્રયત્ન કરવામાં આવશે, જો અમે લોકોની જાણકારી સુરક્ષિત ન રાખી શકીએ તો અમને કામ કરવાનો કોઈ અધિકાર નથી. પરંતુ આ સમગ્ર વિવાદના થોડા દિવસ બાદ ઝકરબર્ગને એક વખત ફરી પોતાના રોકાણકારોને એલર્ટ કર્યા છે અને ભવિષ્યમાં ડેટા લીક જેવી ઘટના થઈ શકે છે. જોકે આ ડેટા લીકની ચેતવણીમાં કેંબ્રિજ એન્ટાલિકાનું નામ લેવામાં આવ્યું નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -