રિલાયન્સ Jioની મહત્ત્વપૂર્ણ જાહેરાત, ચાલુ વર્ષે કંપની 80,000ને નોકરી આપશે
જોગે કહ્યું કે, કંપનીની અંદાજે 6000 કોલેજોની સાથે ભાગીદારી છે. ઉપરાંત કંપની સોશિયલ મીડિયા મંચના માધ્યમથી પણ નિમણૂંક કરશે. તેમણે કહ્યું કે, રેફરન્સના આધારે નિમણૂકનો ભાગ અંદાજે 60-70 ટકા હશે. આ મામલે કોલેજમાંથી નામ અને કર્મચારીઓ દ્વારા નામ મોકલવા મામલે થતી નિમણૂકમાં ફાળો કરનારા બે મુખ્ય સ્ત્રોત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીમાં નોકરી છોડીને જનારા લોકો વિશે તેમણે કહ્યું કે, નિર્માણ સ્થળ સાથે જોડાયેલ વેચાણ અને ટેકનીકના ક્ષેત્રમાં આ અંદાજે 32 ટકાના દરે છે. જો તેને મુખ્યાલયના સ્તરે જોવામાં આવે તો આ માત્ર બે ટકા છે. કુલ મળીને જો તમે સરેરાશ જોવા જશો તો આ આંકડો 18 ટકા જેવો થાય છે.
હૈદ્રાબાદઃ ખાનગી ક્ષેત્રની નવી ટેલીકોમ કંપની રિલાયન્સ જિઓએ ચાલુ નાણાંકીય વર્ષમાં 75થી 80 હજાર લોકોની ભરતી કરવાની યોજના બનાવી છે. કંપનીના મુખ્ય મનવ સંશાધન અધિકારી સંજય જોગે એક કાર્યક્રમમાં મીડિયા સાથેની વાતચીતમાં આ જાણકારી આપી છે.
કંપની દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં થનારી ભરતી વિશેના એક સવાલના જવાબમાં જોગે કહ્યું કે, હાલમાં અંદાજે 157000 લોકો છે. હું કહીશ કે આગળ પણ 75થી 80 હજાર લોકો જોડાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -