✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોટાભાગની બેંક મિનિમમ બેલેન્સના નામે આ રીતે તમને લગાવી રહી છે ચૂનો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Jan 2018 08:05 AM (IST)
1

આશિષ દાસ જણાવે છે કે, મિનિમમ બેલેન્સ કેટલું હોવુ જોઈએ તે નક્કી કરવાની આઝાદી બેન્કોને હોય છે. પરંતુ તેનો અર્થ એ નથી થતો કે દંડ નક્કી કરતી વખતે બેન્કો ગમે તેટલી વધારે રકમ વસુલે. RBIનો આદેશ છે કે, સર્વિસ પૂરી પાડવાના કોસ્ટના પ્રમાણમાં દંડ વસૂલવો જોઈએ. આનો અર્થ છે કે બેન્ક્સ સેવિંગ્સ અકાઉન્ટના કોસ્ટની ગણતરી કરે, લોન અને ઓવરઓલ કોસ્ટની ગણતરી કરવી યોગ્ય નથી.

2

રિપોર્ટ અનુસાર, RBIની ગાઈડલાઈન પ્રમાણે નુકસાનની(શોર્ટફોલ) જેટલી રકમ હોય તેના પ્રપોશનમાં દંડ લેવો જોઈએ અને સેવિંગ અકાઉન્ટ સર્વિસ પૂરી પાડવાના કોસ્ટ સાથે પેનલ્ટી લિંક થવી જોઈએ. રસપ્રદ વાત એ છે કે પબ્લિક સેક્ટર બેન્ક્સની સરખામણીમાં મલ્ટીનેશનલ બેન્ક્સમાં ગાઈડલાઈન્સનું વધારે પાલન થઈ રહ્યું છે. કારણકે મલ્ટીનેશનલ બેન્ક્સમાં મિનિમમ બેલેન્સની રકમ ઘણી વધારે હોય છે અને જો તેના કરતા પૈસા ઓછા હોય તો દંડની રકમ પણ મોટી બને છે.

3

એવું પણ જાણવા મળ્યું છે કે, આરબીઆઈના નિર્દેશોને ન માનતા મોટાભાગની બેંક યોગ્ય પેનલ્ટી નથી લગાવી રહી. IIT મુંબઈના ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સના પ્રોફેસર આશિષ દાસે કરેલ સ્ટડી અનુસાર, મોટાભાગની બેન્કો દર વર્ષે શોર્ટફોલ અમાઉન્ટના લગભગ 78 ટકા વધારે ચાર્જ કરે છે. RBIએ અકાઉન્ટમાં પૈસા ઓછા હોય કો ગ્રાહકોને દંડ બાબતે ગાઈડલાઈન્સ તૈયાર કરી છે, પરંતુ 3 વર્ષ પછી પણ તેનું અમલીકરણ યોગ્ય રીતે નથી થઈ રહ્યું.

4

નવી દિલ્હીઃ મોટાભાગની રિઝર્વ બેંક આરબીઆઈની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને બચત ખાતા પર રાખવામાં આવતા મિનિમમ બેલેન્સ પર ઉઘાટી લૂંટ ચલાવી રહી છે. આરબીઆઈના નિયમો અનુસાર, પેનલ્ટી મિનિમમ બેલેન્સથી જેટલી રકમ ઓછી છે તે અનુસાર લાગવી જોઈએ પરંતુ મોટાભાગની બેંક ગ્રાહક પર પોતાની મરજી અનુસાર પેનલ્ટી લગાવી રહી છે.

  • હોમ
  • બિઝનેસ
  • મોટાભાગની બેંક મિનિમમ બેલેન્સના નામે આ રીતે તમને લગાવી રહી છે ચૂનો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.