અનિલ અંબાણીની વ્હારે આવ્યો ભાઇ મુકેશ, દેવામાં ડુબેલી RComને જિઓએ ખરીદી
રિલાયન્સ જિઓએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે રિલાયન્સ કૉમ્યુનિકેશનની એસેટ્સને બે ભાગોમાં બોલી લગાવવાની પ્રૉસેસ પુરી થઇ ગઇ છે. જેમાં રિલાયન્સ જિઓએ અન્ય દાવેદારો કરતાં બાજી મારી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખરીદીથી મળેલી રકમનો યૂઝ રિલાયન્સ કૉમ્યુનિકેશન દેવું ચૂકવવામાં કરશે. જોકે, આવો કૉન્ટ્રાક્ટ આ પહેલો નથી, અગાઉ પણ મુકેશ અંબાણીએ બિઝનેસ ચલાવવા માટે અનિલ અંબાણીની કંપની પાસેથી સ્પેક્ટ્રમ અને ઓપ્ટિક ફાઇબર નેટવર્ક લીધું હતું.
જોકે, હજુ સુધી એ નક્કી નથી થયું કે, આ સોદાની કિંમત કેટલી છે, પણ આ અઠવાડિયે અનિલ અંબાણીએ જાહેરાત કરી હતી કે, રિલાયન્સ કૉમ્યુનિકેશન સ્ટ્રેટેજીક ડેબ રિસ્ટ્રક્ચરિંગ એટલે એડીઆરથી બહાર નીકળી રહ્યું છે. આ સાથે તેમને લેણદારને માર્ચ 2018 સુધી દેવું ચૂકવવા અને કુલ દેવામાં 25 હજાર કરોડ રૂપિયા સુધીની કમીનો વિશ્વાસ અપાવ્યો હતો.
નવી દિલ્હીઃ દેવામાં ડુબેલા અનિલ અંબાણીને ઉગારવા માટે ભાઇ મુકેશ અંબાણી તેની વ્હારે આવ્યો છે. મુકેશ અંબાણીની કંપનીએ અનિલ અંબાણી અમૂક એસેટ્સને ખરીદી લીધી છે, એટલે કે, મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિઓએ રિલાયન્સ કૉમ્યુનિકેશનની સિલેક્ટેડ એસેસટ્સને ખરીદવાની જાહેરાત કરી દીધી છે. આમાં સ્પેક્ટ્રમ, ટાવર, ઓપ્ટિક ફાઇબર કેબલ નેટવર્ક અને મીડિયા કન્વર્ઝેશન્સ નૉટ્સ સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -