RBIની ક્રેડિટ પોલિસીઃ વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કર્યો, SLRમાં 0.5%નો ઘટાડો
આરબીઆઈનું કહેવું છે કે, એનપીએ પર સરકારની સાથે કામ કરશે. નાની બચત યોજનાઓના દર સ્થિર રાખવાનો ટાર્ગેટ છે. જીએસટી લાગુ થવાથી મોંઘવારી પર અસર નહીં પડે, પરંતુ ખેડૂતોન લોન માફીથી નાણાંકીય ખોટ વધી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ રિઝર્વ બેંકે વ્યાજ દરમાં કોઈ ફેરફાર નથી કર્યો. આરબીઆઈએ રેપો રેટ 6.25 ટકા પર જાળવી રાખ્યો છે. જ્યારે રિવર્સ રેપો રેટ 6 ટકા પર જાળવી રાખ્યો છે. આરબીઆઈએ સીઆરઆર પ 4 ટકા પર સ્થિર રાખ્યો છે. જોકે આરબીઆઈએ એસએલઆર 0.5 ટકા ઘટાડીને 20 ટકા કર્યો છે. એસએલઆરના નવા દર 24 જૂનથી લાગુ થશે. આરબીઆઈએ એમએસએફ, બેંક દર કોઈપણ ફેરફાર વગર 6.5 ટકા પર જાળવી રાખ્યા છે.
5 એમપીસી સભ્યો દરમાં કોઈપણ ફેરફાર કરવાના પક્ષમાં ન હતા, જ્યારે 1 સભ્ય દરમાં ફેરફાર કરવાના પક્ષમાં હતા. 21 જૂનના રોજ એમપીએસ મિન્ટ્સ જારી કરશે. જ્યારે એમપીસીની હવે પછીની બેઠક 1-2 ઓગસ્ટના રોજ મળશે. એમપીસીનો રિટેલ મોંઘવારી દર 4 ટકા જાળવી રાખવાનો ટાર્ગેટ છે. આરબીઆઈએ નાણાંકીય વર્ષ 2018માં જીવીએ ગ્રોથનો અંદાજ 7.4 ટકાથી ઘટાડીને 7.3 ટકા રાખ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -