મુકેશ અંબાણી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ! ચીનના હુઈ કા યાનને છોડ્યા પાછળ
ગત મહિને જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મોટો નફો નોંધાવ્યો હતો. કંપનીના રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલના રેવેન્યૂમાં મોટો વધારો થવાને લીધે તેમને આ લાભ થયો હતો. કંપનીના કન્સોલિડેટેડ પ્રોફિટમાં 12.48 ટકાનો વધારો થયો છે. કંપનીને 30 સપ્ટેમ્બરે પૂરા થયેલા ક્વાર્ટરમાં 8109 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે. ગત વર્ષે આ જ ક્વાર્ટરમાં કંપનીની આવક 7209 કરોડ રૂપિયા હતી. ઉલ્લેખયનીય છે કે, બુધવારે જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 6 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપિટલાઈઝેનવાળી ભારતની પ્રથમ કંપની બની ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી બાજુ ચીનના એવરગ્રેન્ડે ગ્રુપના ચેરમેન હુઈ કા યાનની સંપત્તિ 1.28 બિલિયન ડૉલર ઘટીને 40.6 અબજ ડૉલર થઈ ગઈ. અત્યારે દુનિયાના ધનિકોની યાદીમાં અંબાણી 14મા સ્થાને છે. આ સંપત્તિ બિઝનેસમેનના સ્ટોક હોલ્ડિંગ અને રિયલ ટાઈમ એસેટ્સના આધારે તૈયાર કરવામાં આવી છે. 2017માં મુકેશ અંબાણીની સંપત્તિમાં મોટો ઉછાળો થયો છે. ઈયર-ટૂ-ડેટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર્સમાં 75 ટકાનો વધારો થયો છે.
નવી દિલ્હીઃ વર્લ્ડ બેંકના લેટેસ્ટ ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રેન્કિંગમાં ભારે સુધારાના ખુશખબર બાદ ભારતને વધુ એક ઉપલબ્ધ મળી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી બુધવારે ચીનમાં હુઈ કા યાનને પાછલ છોડીને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેની કુલ સંપત્તિ 42.1 અબજ ડોલર આંકવામાં આવી છે. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલયોનર્સ લિસ્ટ અનુસાર અંબાણીની વ્યક્તિગત સંપત્તિ બુધવારે 46.6 લાખ ડોલર આંકવામાં આવી હતી. આ વધારો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં આવેલ 1.22 ટકાના ઉછાળાને કારણે થયો છે. બુધવારે રિલાયન્સનો શેર વધીને 952.3 રૂપિયા થઈ ગયો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -