મુકેશ અંબાણીની Jio કેબલની આ ટોચની કંપની ખરીદવાની તૈયારીમાં, જાણો શું છે યોજના
હૈથવે એક મલ્ટી સિસ્ટમ ઓપરેટ છે. તેને કેબલ કંપની તરીકે ઓળખવામાં આવે છે. તે લોકલ કેબલ ઓપરેટર્સને સેવા આપે છે. આ પ્રથમ તક નથી જ્યારે આરઆઈએલની નજર ટીવી ઇન્ડસ્ટ્રી પર પડી હોય. આ પહેલા વિતેલા વર્ષે સપ્ટેમ્બરમાં આરઆએલ ડેન નેટવર્કને ખરીદવા માટે સમીર મનચંદા સાથે વાતચીત કરી રહી હતી. જોકે ત્યારે વાતચીતનું કોઈ પરિણામ આવ્યું ન હતું અને કંપનીએ એકલા જ જિઓ ગીગાફાઈબર લોન્ચ કર્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે જણાવ્યું કે, હાલમાં એ કહેવું ઉતાવળભર્યું થશે કે ડીલ થશે કે નહીં, પરંતુ આરઆઈએલ આ ડીલ માટે આક્રમક છે. ડીલ સાથે જોડાયેલ એક વ્યક્તિએ કહ્યું કે, આ ડીલની વેલ્યૂએશન અંદાજે 2500 કરોડ રૂપિયા છે. જોકે આ મામલે આરઆઈએલ અને હૈથવે બન્નેએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશના સૌથી મોટા કેબલ ઓપરેટર હૈથવે કેબલને અને ડોટાકોમને ખરીદવા માટે વાતચીત કરી રહી છે. કંપની પોતાના ગીગાફાઈબર હાઈ સ્પીડ હોમ બ્રોડબેન્ડ સર્વિસના કોમર્શિયલ લોન્ચિંગ માટે આ ડીલ કરવા માગે છે. મીડિયા અહેવાલ અનુસાર આ વાતચીત સાથે જોડાયેલ ત્રણ લોકોએ જણાવ્યું કે, આ ડીલની વાતચીત હાલમાં પ્રાથમિક તબક્કામાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -