રિલાયંસ જીયો એક એપ્રિલથી નહિ આપે ફ્રી ઈંટરનેટ, જાણો દર મહિને કેટલો લેશે ચાર્જ
મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે ડોમેસ્ટિક નેટવર્ક પર વોઈસ કોલ હંમેશા ફ્રી રહેશે. અને રોમિંગ ચાર્જ પણ લાગશે નહિ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: રિલાયંસ ઈંડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ જીયોને લઈને મોટુ એલાન કર્યુ છે. અને હવે જીઓની સર્વિસીઝ ફ્રીમાં મળશે નહિ. અંબાણીએ 1લી એપ્રિલથી લાગુ થનારા પોતાના ટેરિફ પ્લાનની જાહેરાત કરી છે. હવે રિલાયંસ જીયોની સેવા માટે તમારે દિવસના ઓછામાં ઓછા 10 રૂપિયા ચૂકવવાના રહેશે.
અંબાણીએ જીયો પ્રાઈમ પ્લાનની જાહેરાત કરી હતી. જેના મેમ્બર બનવા માટે ગ્રાહકોએ એક વાર 99 રૂપિયા આપવાના રહેશે અને એક વર્ષ સુધી આ વેલિડ હશે. જીયો પ્રાઈમ મેમ્બર્સ 31 માર્ચ, 2018 સુધી જિયોની હેપ્પી ન્યૂ યપ ઓફરનો અનલિમિટેડ લાભ લઈ શકશે. સાથે જ જિયો પ્રાઈમ મેમ્બરે 303 રૂપિયા દરમહિને આપવાના રહેશે. એટલે કે રોજના 10 રૂપિયા
જો તમે પ્રાઈમ કસ્ટમર બનવા માગતા હો તો 1 માર્ચથી 31 માર્ચની વચ્ચે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -