મુકેશ અંબાણીના દીકરા અનંતને શાહરૂખે પૂછ્યું તેની પ્રથમ સેલેરી વિશે, મળ્યો આવો સ્માર્ટ જવાબ
નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે હાલમાં જ એ ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું. આ પાર્ટી કંપનીના 40 વર્ષ પૂરા થવાના અવસર પર રાખવામાં આવી હતી. આ દરમિયાન અંબાણી પરિવારની નવી જનરેશન (ઈશા અંબાણી, અનંત અંબાણી અને આકાશ અંબાણી)ને પ્રથમ વખત મીડિયાને મળાવવામાં આવ્યા. આ પાર્ટીમાં અનેક બોલીવુડ સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા જેમાં સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ હાજર હતા. જણાવીએ કે મુકેશ અંબાણી અને તેની પત્ની નીતા અંબાણીના સારા મિત્ર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાહરુખે આ ઈવેન્ટને હોસ્ટ પણ કરી. તેની સાથે ઈશા, અનંત અને આકાશ પણ આ ઈવેન્ટનું હોસ્ટિંગ કરતા દેખાયા. આ ઈવેન્ટનું ખાસ આકર્ષણ રહ્યું શાહરુખ અને અંબાણી પરિવારના બાળકો વચ્ચેની ચિટ-ચેટ. શાહરુખ પોતાના હ્યૂમરસ અંદાજ માટે તો જાણીતો છે જ. આ કારણે તેમની વચ્ચે ઘણું ફની ઈન્ટરેક્શન થયું.
આ દરમિયાન શાહરુખે અનંતને તેની પહેલી સેલેરી વિશે પૂછ્યું. જેની સામે અનંતે શાહરુખને શાનદાર બૉસી જવાબ આપ્યો. શાહરુખે અનંતને પૂછ્યું કે, ‘મારી પહેલી સેલેરી 50 રૂપિયા હતી. તારી ફર્સ્ટ સેલેરી કેટલી હતી?’ આના જવાબમાં અનંતે કહ્યું કે, ‘જવા દો, જો હું તમને એ વિશે જણાવીશ તો સાંભળીને તમને થોડી એમ્બેરેસમેન્ટ થશે.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -