ગોવામાં આ ઠાઠ-માઠથી પરણી મુકેશ અંબાણીની લાડલી ભાણી, જુઓ તસવીરો
મુકેશ અને નીતા અંબાણી
નિશલ મોદી મૂળ ગુજરાતી બિઝનેસમેન નિરવ મોદીનો નાનો ભાઈ છે. નિરવ મોદી ફાયરસ્ટાર ડાયમન્ડના ચેરમેન છે. 11.47 હજાર કરોડના માલિક નિરવ મોદી ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં 71માં નંબર પર છે. જ્યારે નિશલ મોદી ફાયરસ્ટાર ડાયમન્ડ કંપનીમાં ડાયમંડ ડીવિઝનમાં સીઈઓ છે.
ઈશેતા સલગાંવકર હફીંગ્ટન પોસ્ટ ઈન્ડિયા એડિશનમાં એડિટર-એટ-લાર્જ છે, ઈશેતા ગોવાનાં આર્ટ ફેસ્ટિવલ, સાહિત્ય અને વિચારો જેવા કાર્યક્રમમાં એક્ઝિક્યુટિવ નિર્માતા તરીકે કામ કરી ચૂકી છે. ઈશેતાએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં બેચલર ઓફ આર્ટ્સની ડીગ્રી લીધી છે. ગ્રેજ્યુએશન સ્કુલ ઓફ જર્નાલિઝમ કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ સાયન્સ કર્યું છે. ઈશેતાએ VOGUE, વોલ સ્ટ્રીટ જર્નલના ઈન્ડિયા રિયલ ટાઈમ બ્લોગ જેવા અનેક પબ્લિકેશનમાં ફાળો આપ્યો છે.
ઈશેતા અને નિશલ મોદીના લગ્ન ઈશેતાના પિતા દત્તરાજ સલગાંવકરના ગોવાના રિસોર્ટ અને સ્પા ખાતે 4 ડીસેમ્બરના રોજ યોજાયા હતા. ગોવા ખાતેના બીચ રિસોર્ટમાં યોજાયેલા લગ્નમાં મુકેશ અંબાણીની પુત્રી ઈશા સહિતના મહેમાનો પણ આગવા અંદાજમાં જોવા મળી હતી.
અંબાણી પરિવારની ભાણી એટલે કે મુકેશ અંબાણીની બહેન દિપ્તી અને દત્તરાજ સલગાંવકરની પુત્રી ઈશેતા અને ડાયમંડ કિંગ નિરવ મોદીના ભાઈ નિશલ મોદીના લગ્ન ગોવા ખાતે 4 ડીસેમ્બર યોજાયા હતા.
છેલ્લા કેટલાય દિવસોથી આ લગ્નને લઈને મુકેશ અંબાણીના ઘર એન્ટાલિયામાં પણ તૈયારીઓ ચાલી રહી હતી. નવેમ્બરની 24 તારીખે મુકેશ અને નીતા અંબાણીએ પોતાની લાડકી ભાણી ઈશેતાની પ્રિ-વેડિંગ પાર્ટીનું આયોજન પણ કર્યું હતું, જેમાં બોલીવુડ અને અન્ય હસ્તીઓ ઉમટી પડી હતી.