Forbesની રસપ્રદ તુલનાઃ મુકેશ અંબાણીની સંપત્તિ 86 દેશના GDPથી પણ વધારે, જાણો અન્ય ભારતીય ઉદ્યોગપતિની સંપત્તિ વિશે
પાંચમા ક્રમે રહેલા પલોનજી મિસ્ત્રીની સંપત્તિ ૧૩.૯૦ અબજ ડોલર એટલે કે રૂ. 92 હજાર કરોડ છે. જે જ્યોર્જિયાની જીડીપી બરાબર છે.
ચોથા ક્રમે વિપ્રોના અઝીમ પ્રેમજી છે, જેમની સંપત્તિ ૧૫ અબજ ડોલર એટલે કે રૂ. 1.0 લાખ કરોડ રૂપિયાછે. જે મોઝામ્બિકાની જીડીપી બરાબર છે.
હિન્દુજા ફેમિલી ૧૫.૨ અબજ ડોલર એટલે કે રૂ. 1.01 લાખ કરોડની સંપત્તિ સાથે આ યાદીમાં ત્રીજા ક્રમે છે. જે બ્રૂનેઈની જીડીપી બરાબર છે.
સૌથી ધનવાન ૧૦૦ ભારતીયોની યાદીમાં બીજા ક્રમે સન ફાર્માના દિલીપ સંઘવી છે, જેમની સંપત્તિ ૧૬.૯ અબજ ડોલર છે એટલે કે રૂ. 1.13 લાખ કરોડ રૂપિયા છે જે પાપૂઆ ન્યૂ ગિનીની જીડીપી બરાબર છે.
મુંબઈઃ ફોર્બ્સે દેશના 100 અબજોપતિઓની સંપત્તિની તુલના અલગ અલગ દેશની જીડીપી સાથે કરી છે. તે અનુસાર મુકેશ અંબાણી સતત નવમાં વર્ષે દેશના ટોચના અમીર વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 22.7 અબજ ડોલર એટલે કે દોઢ લાખ કરોડ રૂપિયાથી વધારેની દર્શાવવામાં આવી છે. આટલી સંપત્તિ એસ્ટોનિયા નામના દેશની જીડીપી જેટલી છે અને 86 દેશના જીડીપી કરતાં વધારે છે. એટલું જ નહીં આ તુલનામાં એ પણ સામે આવ્યું છે કે, ભારતના ટોચના પાંચ ધનાઢ્યોની સંપત્તિથી 1230 વખત મંગળયાન છોડી શકાય છે. ભારતના ટોચના ૧૦૦ ધનવાનોની કુલ સંપત્તિ ૩૮૧ અબજ ડોલર થઈ છે, જે ૨૦૧૫માં ૩૪૫ અબજ ડોલર હતી. આમ તેમાં ૧૦ ટકાનો વધારો થયો છે.