MWC 2018: રિલાયન્સ જિઓ વર્ષના અંત સુધી ભારતની 99 ટકા જનસંખ્યાને કવર કરશે
જિઓના અધિકારીએ જણાવ્યું કે, તે પોતાના પાર્ટનરની સાથે ઓછામાં ઓછી કિંમતના વિકલ્પો પર કામ કરી રહ્યું છે. જિઓ તરફતી જારી નિવેદનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, તે યૂઝર્સ માટે બેસ્ટ અનુભવ ઉપલબ્ધ કરાવવા માગે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિઓ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે તે પોતાના નેટવર્કનું વિસ્તરણ કરવા માટે 10,000 નવા ટાવર દર મહિને લગાવશે. જિઓના LTE નેટવર્ક કવરેજના વિસ્તરણ માટે પણ સેમસંગની સાથે તેની પાર્ટનરશિપ જારી રહેશે.
નવી દિલ્હીઃ બાર્સેલોનામાં ચાલી રહેલ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ (એમડબલ્યૂસી)માં રિલાયન્સ જિઓએ વર્ષના અંત સુધીમાં ભારતના 99 ટકા લોકો સુધી પોતાના નેટવર્કને કવર કરવાનો દાવો કર્યો છે. હાલમાં ભારતની અંદાજે 86 ટકા જનસંખ્યા જિઓ નેટવર્કથી કવર છે. રિલાયન્સ જિઓના અધઇકારીએ બાર્સેલોનામાં ચાલી રહેલ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં આ જાણકારી આપી છે. ભારતમાં પોતાના નેટવર્કનું વિસ્તરણ કરવા માટે જિઓએ ટેક જોઈન્ટ સેમસંગની સાથે પાર્ટનરશિપની જાહેરાત પણ કરી છે.
જિઓની પાર્ટનરશિપ બાદ સેમસંગે નવા NB IoT (નેરો બેન્ડ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) ઉપલબ્ધ કરાવશે. કહેવાય છે કે NB IoTનો ઉપયોગ સેલ્યૂલર નેટવર્કને વધારવા અને વધારે ડિવાઈસ સુધી પહોંચવા માટે કરવામાં આવે છે. જિઓ અને સેમસંગ પોતાની આ પાર્ટનરશિપ દ્વારા ભારતમાં ડિજિટલ નેટવર્કનું વિસ્તરણ કરવા માગે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -