ઇન્ફોસિસમાં ફરી એક વખત નંદ નિલેકણીની વાપસી, કંપનીના ચેરમેન બન્યા
એક નિવેદનમાં નિલેકાનીએ જણાવ્યું હતું કે ઈન્ફોસિસમાં હવે નોન એક્ઝિક્યુટિવ ચેરમેનની ભૂમિકામાં પુનરાગમનથી હું અત્યંત આનંદની લાગણી અનુભવી રહ્યો છું. હું મારા સહકર્મચારીઓ, એક્ઝિક્યુટિવ મેનેજમેન્ટ સાથે મળીને આપણા ગ્રાહકો, શેરધારકો અને કર્મચારીઓના લાભ માટે કામ કરીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ નંદન નિલેકણીની ઇન્ફોસિસમાં વાપસી થઈ છે. ઇન્ફોસિસના પૂર્વ સીઈઓ નંદન નિલેકણીને કંપનીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. વિશાલ સિક્કાએ ઇન્ફોસિસના સીઈઓ પદેથી રાજીનામું આપ્યા બાદ કંપનીમાં સ્થિરતા જળવાઈ રહે તે માટે તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. વિશાલ સિક્કા બાદ ચેરમેન આર શેસૈયા અને કો-ચેરમેન રવિ વેન્કટેશને પણ ગુરુવારે સાંજે રાજીનામું આપ્યું હતું.
ઈન્ફોસિસના ચેરમેન આર. શેષાશાયી તથા સહચેરમેન રવિ વેન્કટેશે કંપનીમાંથી રાજીનામું આપ્યા બાદ ચેરમેન પદે નિલેકાનીના નામ પર પસંદગીની મહોર મરાઈ હતી. જોકે વેન્કટેશ ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકેની જવાબદારી ચાલુ રાખશે. આ ઉપરાંત વિશાલ સિક્કા, જેફ્રી એસ. લેહમેન તથા જ્હોન એચીમેન્ડીએ પણ તાત્કાલિક અસરથી ઈન્ફોસિસના બોર્ડમાંથી વિદાય લીધી છે.
યુબી પ્રવીણ રાવ વચગાળાના સીઈઓ અને એમડી તરીકે ચાલુ રહેશે અને ઈન્ફોસિસનું બોર્ડ કાયમી સીઈઓ અને એમડીની શોધ માટેની તેની અગાઉની યોજના આગળ ધપાવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -