આજથી બેનામી લેવડ-દેવડ પડશે મોંઘી, જાણો કેટલા વર્ષની થશે સજા અને શું છે નવો કાયદો
મતલબ કે આવકવેરા વિભાગને આવકનો સ્રોત માલૂમ હોવો જોઈએ. જો તેમ ન હોય તો આવી સંપત્તિ ગેરકાયદેસર-બેનામી સંપત્તિ ગણાશે. નવા કાયદાનો હેતુ જમીન કે મિલકતના સોદામાં કાળા નાણાંના ઉપયોગ પર અંકુશનો છે. નવા કાયદા અંતર્ગત કાળા નાણાંની વ્યાખ્યા પણ સ્પષ્ટ કરી દેવાઈ છે અને તે સંપત્તિ વેચી દેવાની સત્તા પણ કેન્દ્ર સરકારને આપી દેવાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત સંપત્તિના બજારભાવના ૧૦ ટકા રકમનો દંડ નવા કાયદા મુજબ વ્યક્તિ તેના પોતાનાં જીવનસાથીનાં નામે, સંતાનનાં નામે કે પછી ભાઈ-બહેન સાથે ભાગીદારીમાં કોઈ સંપત્તિ ખરીદે તો તેના માટે ચૂકવવામાં આવનારી રકમનો સ્રોત જાણીતો હોવો જોઈએ.
જૂના કાયદામાં ત્રણ વર્ષ સુધીની જેલ, દંડ કે બન્નેની જોગવાઈ હતી. નવા કાયદામાં આવી લેવડ-દેવડમાં ઈરાદાપૂર્વક ખોટી માહિતી આપનારા સામે પણ આકરા દંડની જોગવાઈ છે. આમ કરનારને ઓછામાં ઓછા ૬ મહિના અને મહત્તમ પાંચ વર્ષની આકરી જેલની સજા થશે.
નવી દિલ્હીઃ કાળાં નાણાંની લેવડ દેવડ પર અંકુશ લાવવા માટે બનાવાયેલો કાયદો આજથી અમલી બની ગયો છે. આ કાયદા અંતર્ગત કાળાં નાણાંના આરોપો સાબિત થયા બાદ 7 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. આજથી કોઈ વ્યક્તિ મકાન કે જમીનની ખરીદી તેના પોતાના નામે, પત્નીનાં નામે, સંતાનો કે ભાઈ-બહેન સાથે સંયુક્ત રીતે ખરીદવાને બદલે અન્ય કોઈનાં નામે ખરીદશે અને સરકારને ખબર પડશે તો આવી સંપત્તિ જપ્ત કરી લેવાશે. એટલું જ નહીં, વ્યક્તિને સાત વર્ષ સુધીની જેલની સજા પણ થશે અને જમીન કે મકાનના વર્તમાન બજારભાવના ૨૫ ટકા રકમનો દંડ પણ ફટકારાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -