ફેસ્ટિવ સીઝન દરમિયાન ભારતમાં લોન્ચ થશે આ નવી હેચબેક કાર્સ, જાણો વિગત
આ લિસ્ટમાં ટાટા મોટર્સની નવી કાર પણ છે. હજુ સુધી તેનું કોડનામ સામે આવ્યું છે, અસલી નામ લોન્ચિંગના થોડા દિવસો પહેલા જાહેર કરાશે. હેક્સા, નેક્સન, ટિયાગો અને ટિગોર જેવી કાર લોન્ચ કરી ટાટાએ બજારમાં એક પછી એક નવી કારો લોન્ચ કરી હતી. હવે કંપની પ્રીમિયમ હેચબેક લાવવાની તૈયારીમાં છે.
2018માં લોન્ચ થનારી હેચબેક કારમાં ડેટસન ગોનું ફેસલિફ્ટ વર્ઝન પણ સામેલ છે. આ કારમાં અનેક નવા સ્ટાઇલિશ ડિઝાઇનિંગ ચેન્જ અને નવા ફીચર્સ જોવા મળશે. સ્પોર્ટી લુકવાળી નવી કારમાં એલઈડી ડેટાઈમ રનિંગ લાઇટ, રિયરવ્ય મિરર અને ઈન્ડિકેટર લાઇટો પણ હશે.
મારુતિ સુઝુકી વેગન આરનું નવું વર્ઝન પણ લોન્ચ કરનારી છે. વેગન આરનું નવું 7 સીટ મોડલ લોન્ચ કરવામાં આવી શકે છે. ટાટા ટિયાગો અને સેન્ટ્રોને ટક્કર આપવા આ મોડલ લોન્ચ કરાશે.
હ્યુન્ડાઈ સેન્ટ્રોનું નવું અપડેટેડ મોડલ ભારતમાં ફરી લોન્ચ થશે. અનેક નવા ફીચર્સ સાથે લોન્ચ થનારી સેન્ટ્રો કોમ્પેક્ટ હેચબેક છે અને તેની ડિઝાઇન ટોલ બોય જેવી છે. તેની સીધી સ્પર્ધા ટાટા ટિયાગો સાથે થશે.
નવી દિલ્હીઃ થોડા દિવસોમાં જ ફેસ્ટિવ સીઝન શરૂ થઈ જશે. આ દરમિયાન જો તમે નવી કાર ખરીદવાનું વિચારતા હો તો હજુ થોડા દિવસો થોભી જવાની જરૂર છે. આગામી થોડા મહિનામાં અનેક કંપનીઓ ભારતીય બજારમાં હેચબેક કાર લોન્ચ કરવાની છે.