મહિન્દ્રા મોજો યૂટી 300 મોટરસાઈકલ લોન્ચ, કિંમત 1.4 લાખ રૂપિયા
મહિન્દ્રાનું કહેવું છે કે, નવી મોટો યૂટી વધારે હલકી અને વિશ્વાસપાત્ર છે. નવા વેરિયન્ટના લોન્ચ થવાની સાથે જ મોજો હવે દેશભરના 60 શહેરમાં ખરીદી માટે ઉપલબ્ધ હશે. લોન્ચ ઓફર અંતર્ગત મહિન્દ્રા આ મહિને થનારા બુકિંગ પર 10,000 રૂપિયાનો લાભ પણ આપી રહી છે.
ફ્યૂઅલનો ઓછો વપરાશ થાય તે માટે મહિન્દ્રા મોજોમાં 300 સીસી, સિંગલ-સિલિન્ડર, લિક્વિડ-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. ઉપરાં, મોજો યૂટીમાં એક ઇલેક્ટ્રોનિક ફ્યૂઅલ ઇન્જેક્શન પણ આપવામાં આવ્યં છે. અપડેટેડ મોટર 23.1 આઈપીએસ પાવર જનરેટ કરે છે જ્યારે એક્સટી વેરિયન્ટથી 4.1 પીએસ ઓછો છે. યૂટી વેરિયન્ટમાં 25.2 એનએમ ટોર્ક જનરેટ થાય છે જે એક્સટીથી 4.8 એનએમ ઓછો છે.
આ બાઈકમાં એક મલ્ટી-ફેંક્શનલ, સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર છે જે એક એનાલોગ ટેકોમીટર અને એલસીડી સ્ક્રીનથી સજ્જ છે. મોજો એક્સીમાં સ્પોર્ટી ડ્યૂઅલ ટોન કલર ઓપ્શન મળે છે, જ્યારે યૂટી વેરિયન્ટમાં સિંગલ ટોન ઓપ્શન રેડ અને બ્લૂ મળશે. જોકે, ઓછી કિંમતવાળા વેરિયન્ટમાં રેડિએટર ગાર્ડ, એન્જિન કાઉલ અને ટેલ સેક્શન પર પેન્ટ કરવામાં નથી આવ્યો.
બાઈકમાં ડ્યૂઅલ હેડલેમ્પ સેટઅપ અને એલઈડી ડેટાઈમ રનિંગ લાઈટ્સ આપવામાં આવી છે. 21 લિટરનું મોટું ફ્યોઅલ ટેન્ક અને પ્રીમિયમ એલોય વીલ્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. આગળની બાજુ 320 એમએમ અને પાછળ 240 એમએમ ડિસ્ક બ્રેક છે. હાઈ-પરફોર્મ્ન્સ Pirelli ટાયર્સને જોકે, એમઆરએફ રબર ટાયરમાં ફેરવવામાં આવ્યા છે.
પ્રીમિયર સ્પોર્ટ્સ ટોરરની ઓવરઓલ કોસ્ટ ઓછી કરવા માટે, નવા સસ્તા વેરિયન્ટમાં કોસ્મેટિરક અને મેકેનિકલ બન્ને ફેરફાર કરવામં આવ્યા છે. તેમાં સૌથી મોટો ફેરપાર કન્વેન્શનલ ટેલિસ્કોપિક ફોર્ક્સનું આવવું છે. ઉપરાંત એગ્ઝોસ્ટ મફલને પણ હટાવવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ મહિન્દ્રાએ સોમવારે પોતાની ટૂવ્હીલર મોજો 300 પ્રીમિયર મોટરસાઈકલ એક નવા, વાજબી વેરિયન્ટ સાથે લોન્ચ કરી છે. નવી Christened Mojo UT 300 વર્ઝનની કિંમત 1.4 લાખ રૂપિયા (એક્સ શોરૂમ, દિલ્હી) રાખવામાં આવી છે. યૂટી 300ની કિંમત સ્ટાન્ડર્ડ વેરિયન્ટની તુલનમાં 35,000 રૂપિયા સસ્તી છે. સ્ટાન્ડર્ડ વેરિયન્ટને મોજો એક્સટી નામથી રજૂ કરવામાં આવી હતી.