Jio ફ્રીમાં આપી રહ્યું છે 10GB ડેટા, તમને ન મળ્યો હોય તો આ નંબર કરો ડાયલ
માટે જે પ્રાઈમ મેમ્બરને પોતાનો ડેટા મળ્યયો નથી તેઓ ટોલ ફ્રી નંબર 1299 પર મિસ્ડ કોલ મારીને મેળવી શકે છે. આ 10 જીબી ડેટા નક્કી કરેલા સમય માટે વેલિડ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમને 10 GB ડેટાની ગિફ્ટ મળી છે કે નહીં. તે તમે રિલાયન્સ જિયોના MYPlanમાં જઈને ચેક કરી શકો છો. કેમ કે આ ડેટા એડ ઓન પેક પોતાની રીતે ઓટોમેટેડ છે. જેના કારણે કેટલાક લોકોને ડેટા મળી ગયો છે પરંતુ કેટલાક ન નથી મળ્યો.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ પોતાના ગ્રાહકોને હોળીના અવસર પર એક ખાસ ભેટ આપી છે. જિઓ પોતાના યૂઝર્સને ફ્રીમાં 10 જીબી ડેટા આપી રહ્યું છે, જોકે આ ફ્રી ડેટા હાલમાં કેટલાક પસંદગીના ગ્રાહકોને જ મળી રહ્યો છે અને જો તમને આ ડેટા ન મળ્યો હોય તો તેના માટે તમારે માય જિઓ એપમાં તમારો પ્લાન ચેક કરો અને ડેટા ન મળ્યો હોય તો એક નંબર ડાયલ કરીને તમે તેના વિશે જાણકારી મેળવી શકો છો. આ મામલે કંપનીએ ટ્વિટ કરીને જાણકારી આપી છે. આ ગિફ્ટ માત્ર પ્રાઈમ મેમ્બર્સ માટે જ છે.
જિયોએ મેસેજ અને એપ નોટિફિકેશન દ્વારા આ માહિતી ગ્રાહકોને આપી છે. મેસેજમાં લખ્યું છે કે, ‘જિયો ટીવીએ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં ‘બેસ્ટ મોબાઈલ વીડિયો કોન્ટેંટ’નો પ્રતિષ્ઠિત ગ્લોબલ મોબાઈલ એવોર્ડ 2018 જીતી લીધો છે. અમને વૈશ્વિક મંચ પર આટલી ઊંચાઈ પર પહોંચાડવા માટે તમારો આભાર. અમે તમારા એકાઉન્ટમાં 10 જીબી કોમ્પલીમેન્ટ્રી ડેટા એડ કર્યો છે.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -