ભારતમાં લોન્ચ થશે નવી Maruti Alto, જાણો શું હશે મોટા બદલાવ
મારૂતિના એમડીએ કહ્યુ, આ મોડલ ખુબજ જુનુ થઈ ગયુ છે અને અમે તેને અપગ્રેડ કરીશુ. Altoમાં 800ccનુ એન્જીન છે , બીજામાં 1,000ccનું એન્જીન છે. જે કેટલાક વર્ષ પહેલા લૉન્ચ કરવામાં આવી હતી Alto K10માં મળે છે. કંપનીના અધિકારીઓએ જણાવ્યુ કે ક્વિડ જેવા મોડલ્સ હેચબેક સેગમેન્ટમાં વધી રહેલી પ્રતિસ્પર્ધાને લઈને Altoની ડિઝાઈનમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવશે. સેફ્ટીની વાત કરીએતો અલ્ટોનું નવુ મોડલ વધારે સુરક્ષિત અને લેટેસ્ટ ક્રેશ ટેસ્ટ નોર્મ્સના અનુરૂપ હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMaruti Alto કારની ખાસિયત તેનું નવુ BS VI એન્જીન અને લેટેસ્ટ સેફ્ટી ફીચર્સના કારણે ખુબજ ચર્ચામાં છે. કંપનીના અધિકારીઓએ જણાવ્યુ કે નવી Maruti Suzuki Alto આ વર્ષે અંત સુધીમાં માર્કેટમાં આવશે. Maruti Altoને વર્ષ 2000ની આસપાસ લૉન્ચ કરવામાં આવી હતી. વર્ષ 2004થી આ કાર સતત 14 વર્ષથી વધુ સમયથી સૌથી વધુ વેચાણ થતી કાર છે. વર્ષ 2018માં આ વેચાણના મામલે મારૂતિની ડિઝાયરની સામે પાછળ રહી ગઈ હતી. Altoને કંપનીએ એન્ટ્રી લેવલ મોડલના રૂપે મારૂતિ 800ને રિપ્લેસ કરી હતી અને અત્યાર સુધીમાં તેના 35 લાખના યૂનિટના વેચાણ થયા હતા.
Maruti Alto કારની કિંમત વર્તમાન મોડલ્સની આસપાસ રાખવામાં આવશે. 2017માં 2.57 લાખ અલ્ટોનું વેચાણ થયુ હતુ. વર્ષ 2018માં તેનું વેચાણ 2.56 યૂનિટ થયુ હતુ.
નવી દિલ્હી: દેશની સૌથી પોપ્યુલર કાર Maruti Alto નવા અવતારમાં આવશે. Maruti Alto કાર ગ્રાહકોમાં ખુબજ લોકપ્રિય છે. Maruti Suzuki હાલ તેની આ એન્ટ્રી લેવલ હેચબેકને મોર્ડન બનાવવાના કામમાં લાગેલી છે. નવી Maruti Altoને એક્સટીરિયર અને ઈન્ટીરિયરમાં મોટા પ્રમાણમાં ફેરફાર કરવામાં આવશે. એક રિપોર્ટ્સ મુજબ Maruti Altoને ભારતના બજારમાં 2019ના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -