મારૂતિએ લૉંચ કરી નવી Swift Dzire, જાણો તેની ખાસિયતો અને આકર્ષણ કિંમત
નવી દિલ્હીઃ મારૂતીએ ત્રીજી જનરેશનની ડિઝાયર બજારમાં લૉંચ કરી દીધી છે. સુઝુકીની નવા બી-પ્લેટફોર્મ પર બની છે. આ ચાર વેરિઅન્ટ, એલ, વી, ઝેડ અને ઝેડ પ્લસમાં આવશે, આ કારની સાથે ટાટા ટિગોર, ફોર્ડ ફીગો એસ્પાયર, હોન્ડા એમેઝે, ફોક્સવેગન એમિયો અને હ્યુન્ડાઈ એક્સેન્ટ સાથે હરીફાઈમાં ઉતરે તેવી શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી ડિઝાયરની કેબિન પણ નવી સ્વિફ્ટથી ઘણી મળતી આવે છે. 7 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ, ઓટો ક્લાઇમેટ કન્ટ્રોલ, પ્રોજેક્ટર હેડલેમ્પસ (સાથે ડેટાઇમ રનિંગ લાઇટ્સ) છે. આ કારમાં (ટોપ મોડલમાં) ક્રૂઝ કન્ટ્રોલ સિસ્ટમ પણ આપવામાં આવી છે.
મારૂતિની ડિઝાયરની માઇલેજ હજુ પણ તેની યુએસપી છે. આવનારી ડિઝાયર પણ માઇલેજની કસોટી પર સંપૂર્ણ રીતે ખરી ઉતરવાની છે. જુઓ મારૂતીની નવી Swift Dzireની તસવીરો..
કહેવામાં આવી રહ્યું છે કે તેમાં 1.2 લીટરનું કે સીરીઝ પેટ્રોલ એન્જિન અને 1.3 લીટર ડીડીઆઇએસ ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. સાથે જ તેમાં સિયાઝ અને અર્ટિગામાં ઉપયોગમાં લેવામાં આવેલી SHVS ટેકનીક પણ આપવામાં આવી છે, જે ડિઝાયર માટે એડ-ઓન ફીચર હશે. મારૂતિ એસએચવેસ યૂનિટમાં એજીએસ ગિયરબોક્સ પણ આપવામાં આવ્યું છે
ડિઝાયરના મોટાભાગના પાર્ટ્સ મારૂતિની સ્વિફ્ટથી લેવામાં આવ્યા છે. સ્મોક્ડ આઉટ હેડલાઇટ, ડિઝાઇનર બમ્પર અને નવી ફોગ લાઇટ્સ તેને બહારથી વધુ શાનદાર બનાવે છે. કંપનીએ તેની કિંમત 5.45 લાખ રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) રાખી છે. ઓલ ન્યૂ ડિઝાયર સેડાનનું બુકિંગ અગાઉથી જ 11 હજાર રૂપિયામાં શરૂ થઇ ચૂક્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -