સામાન્ય લોકોને રાહત, પેટ્રોલ-ડીઝલના ભાવમાં કરાયો મોટો ઘટાડો, જાણો કેટલા થયા ભાવ ?
ઓઈલ કંપનીઓએ લાંબા સમય બાદ ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ અગાઉ 30 એપ્રિલની રાતે પેટ્રોલમાં એક પૈસા અને ડીઝલમાં ૪૪ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલાં 15 એપ્રિલની રાતે એક લિટર પેટ્રોલના ભાવમાં 1.39 અને ડીઝલના ભાવમાં 1.04 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લીઃ સામાન્ય લોકોને મોટી રાહત આપતાં દેશની સરકારી ઓઇલ કંપનીઓએ મોડી રાતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. પેટ્રોલમાં લિટરદીઠ 2.16 રૂપિયા અને ડીઝલમાં 2.10 રૂપિયાનો ભાવ ઘટાડવાની જાહેરાત ઓઈલ કંપનીઓએ કરી છે.
દેશની સૌથી મોટી ફ્યુઅલ વિક્રેતા કંપની આઇઓસીના જણાવ્યા અનુસાર છેલ્લા 15 દિવસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ઘટેલા ભાવ અને ડોલરની સરખામણીમાં રૂપિયાનું મૂલ્ય વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઘટાડેલા ભાવ મધરાતથી અમલમાં આવી ગયા હતાં.
દિલ્હીમાં લિટર પેટ્રોલનો ભાવ 68.09 રૂપિયા હતો જે હવે ઘટીને 65.32 રૂપિયા થઇ ગયો છે. દિલ્હીમાં હાલમાં એક લિટર ડીઝલનો ભાવ 57.35પિયા હતો જે હવે ઘટીને 54.90 રૂપિયા થઇ ગયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ અને ડોલરની સરખામણીમાં રૂપિયાના મૂલ્યને ધ્યાનમાં રાખી ભવિષ્યમાં પેટ્રોલ- ડીઝલના ભાવ નક્કી કરાશે.
આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવ અને ડોલરની સરખામણીમાં રૃપિયાના મૂલ્યને ધ્યાનમાં રાખી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન(આઇઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન(બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન(એચપીસીએલ)એ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -