✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હવે 50 હજાર રૂપિયાથી વધારેની જ્વેલરી કે સોનું ખરીદવા આપવા પડશે પુરાવા, જાણો સરકારે શું બનાવ્યો નવો નિયમ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Sep 2017 02:03 PM (IST)
1

આ નિર્દેશ બાદ મોંઘા જેમ્સ અને હાઈ વેલ્યૂ ગુડ્સ, જેનું વાર્ષિક ટર્નોવર બે કરોડથી વધારે છે તે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (પીએમએલએ, 2002) અંતર્ગત આવશે અને આવા ઝવેરીઓ દ્વારા રૂપિયા ૫૦,૦૦૦થી વધુનું કોઇ એક ગ્રાહકને દાગીનો વેચવામાં આવે તો તેવા કિસ્સામાં ગ્રાહકનો કેવાયસી (નો યોર કસ્ટમર) લેવું પડશે. મતલબ ગ્રાહક પાસે પૂરતા પુરાવા મેળવવાના રહેશે. જો કોઇ સંજોગોમાં ગ્રાહક પાસે ઓળખના પુરાવા નહી હોય તો તેવા કિસ્સામાં ઇન્કમટેકસ માટેનું ફોર્મ નંબર ૬૦ ભરાવવાનું રહેશે.

2

નવી દિલ્હી: સરકારે ખૂબ જ ચૂપકીદી ગઇ તા. ૨૩મી ઓગસ્ટના રોજ એક પરિપત્ર બહાર પાડીને ઝવેરાત ઉદ્યોગને પ્રિવેન્શનલ ઓફ મની લોન્ડરીંગ એકટ ૨૦૦૦માં સમાવી લેતા હવે રૂપિયા ૫૦,૦૦૦ કે તેથી વધુના દાગીના ખરીદનાર ગ્રાહકે ઝવેરીને સરકાર માન્ય ઓળખના પુરાવા રજૂ કરવા પડશે. જ્વેલર્સ પણ સરકારની નીતિથી પરેશાન થઇ ઉઠયા છે અને રજૂઆતનું મન બનાવી રહ્યા છે. ધ જેમ એન્ડ જ્વેલરી ફેડરેશન (જીજેએફ) દ્વારા આગામી તા. ૭મીના રોજ નાણા મંત્રાલયને આ સંદર્ભે રજૂઆત કરવામાં આવનાર છે.

3

જીજેએફના મુંબઇ સ્થિત ચેરમેન નીતિન ખંડેલવાલ કહે છે કે, સરકારના આ નિયમના લીધે ઝવેરી વેપારના બદલે મુન્શી બની જશે. દિવસભર ગ્રાહકોના પુરાવા જ ભેગા કરતો રહી જશે. વળી, ઝવેરીઓના ગ્રાહકોમાં મોટી સંખ્યા ગ્રામીણ પ્રજાની હોય છે, તેઓ પાસે પુરાવા કયાં લેવા જઇશું? આ અગાઉ ૨ લાખથી વધુના દાગીના વેચાણ પર પાનકાર્ડ આપવું ફરજીયાત હતું હવે તો ૫૦,૦૦૦ની લિમિટ થઇ ગઇ અને તે સદંતર ખોટું છે. આ અંગે નાણામંત્રાલય સહિત સંબંધિત વિભાગોને રજૂઆત કરવાનું નક્કી કરાયું છે. આગામી તા. ૭ સપ્ટેમ્બરનો સમય મળ્યો છે ત્યારે આવેદનપત્ર આપીશું.

4

સુરતના જ્વેલર્સ સૂત્રોએ કહ્યું કે, જીએસટી બાદથી ઘરાકી ઘટી ગઇ છે. તેમાં કેવાયસી જેવા નોર્મ્સ લાગુ પડશે તો વેપાર ઠપ્પ થઇ જશે. ૨ કરોડનું ટર્નઓવર ઝવેરાત ઉદ્યોગમાં સામાન્ય છે ત્યારે લગભગ ૯૯ ટકા ઝવેરીઓ મની લોન્ડરીંગ એકટમાં સપડાય જશે અને ૫૦,૦૦૦ની લિમિટના લીધે ૧૦૦ ટકા ગ્રાહકો પાસે પુરાવા લેવાની નોબત આવશે. જે ખોટું છે.

5

ઉલ્લેખનીય છે કે, એપ્રિલ-2016માં જ્વેલર્સ પર એકસાઇઝ ત્યારબાદ ૩ ટકા જીએસટી અને હવે પીએમએલએ એકટ એમ બે વર્ષમાં જવેલરી ઇન્ડસ્ટ્રી પર એક પછી એક ત્રણ નિયમો લાગુ કરી દેવાયા છે.

  • હોમ
  • બિઝનેસ
  • હવે 50 હજાર રૂપિયાથી વધારેની જ્વેલરી કે સોનું ખરીદવા આપવા પડશે પુરાવા, જાણો સરકારે શું બનાવ્યો નવો નિયમ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.