✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રોયલ એનફીલ્ડે લોન્ચ કરી ક્લાસિક 350 રેડિટ વેરિઅન્ટ, જાણો કિંમત અને ફીચર્સ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Jan 2017 03:04 PM (IST)
1

રોયલ એનફીલ્ડે પોતાની જાણીતી મોટરસાઈકલ ક્લાસિક 350નુ રેડિટ (Redditch) વેરિઅન્ટ બજારમાં લોન્ચ કર્યું છે. આ નવા વેરિઅન્ટને ત્રણ નવા કલર ઓપ્શનમાં ઉતારવામાં આવી છે જેને રેડિટ રેડ, રેડિટ ગ્રીન અને રેડિટ બ્લૂ નામ આપવામાં આવ્યું છે. કંપનીએ જણાવ્યું કે, આ બાઈકમાં 50ના દાયકામાં તૈયાર થનારી રોયલ એનફીલ્ડથી પ્રેરિત થઈને કલર ઓપ્શન આપવામાં આવ્યા છે. તમને જણાવીએ રોયલ એનફીલ્ડ કંપનીની પ્રથમ સ્થાપના યૂકેના રેડિચ શહેરમાં થઈ હતી.

2

બાઈકના એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રોયલ એનફીલ્ડ ક્લાસિક 350 રેડિચ એડિશનમાં 350 સીસી, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન લાગેલ છે જે 19 બીએચપીનો પાવર અને 28Nmનો ટોર્ક જનરેટ કરે છે. રોયલ એનફીલ્ડ ક્લાસિક 350 કંપનીની સૌથી વધારે વેચાતી મોટરસાઈકલ છે અને દર મહિને આ બાઈકના સરેરાશ 55,000 યૂનિટ વેચાય છે. રોયલ એનફીલ્ડ ક્લાસિક 350 રેડિટની કિંમત 1.46 લાખ રૂપિયા (ઓન રોડ-દિલ્હી) રાખવામાં આવી છે.

3

રોયલ એનફીલ્ડ ક્લાસિક 350 જાણીતા 'J2' મોડલથી પ્રેરિત છે અને આ બાઈકને વર્ષ 2008માં લોન્ચ કરવામાં આવી હતી. રોયલ એનફીલ્ડ ક્લાસિક 350ને ખૂબ પસંદ કરવામાં આવે છે. કંપનીના પ્રમુખ રૂદ્રતેજ સિંહે જણાવ્યું કે, કંપનીને આશા છે કે, ક્લાસિક 350ને રેડિટ એડિશન પણ લોકોને ખૂબ પસંદ પડશે.

  • હોમ
  • બિઝનેસ
  • રોયલ એનફીલ્ડે લોન્ચ કરી ક્લાસિક 350 રેડિટ વેરિઅન્ટ, જાણો કિંમત અને ફીચર્સ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.