Vodafoneએ લોન્ચ કરી ઓનલી ફોર યૂ ઓફર, માત્ર 352 રૂપિયામાં મળશે 56GB ડેટા અને અનલિમિટેડ કોલ્સ
જો તમે પણ આ ઓફરનો લાભ લેવા માગો છો તમારે આ અંગે માઈ વોડાફોન એપ (My Vodafone App) દ્વારા જાણી શકાય છે. તેના માટે તમારે સૌથી પહેલા માય વોડાફોન એપને તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરવાની રહેશે. ત્યાર બાદ તેને ઓપન કરો. બાદમાં સૌથી નીચે જોવા મળતા ઓફર સેક્શન પર ક્લિક કરો. જો તમને આ સ્કીમ મળતી હશે તો તમારા મોબાઈલ સ્ક્રીન પર આ ઓફર જોવા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિલાયન્સ જિઓના 303 રૂપિયાવાળા પેકમાં એક મહિના માટે રોજનો 1જીબી ડેટા મળશે, જ્યારે વોડાફોનની આ ઓફરમાં 352 રૂપિયામાં 56 દિવસ માટે રોજનો 1 જીબી ડેટા મળશે. તેનો મતલબ એ થયો કે વોડાફોન અંદાજે 6 રૂપિયામાં 1જીબી ડેટા આપી રહ્યું છે. જ્યારે જિઓ 10 રૂપિયામાં 1જીબી ડેટા આપી રહ્યું છે.
નવી દિલ્હીઃ દેશના ટેલીકોમ સેક્ટરમાં સતત હલચલ જોવા મળી છે. Reliance Jioને ટક્કર આપવા માટે કંપનીઓ સતત નવી ઓફર લોન્ચ કરી રહી છે. જેમાં Vodafoneએ પણ ઓનલી ફોર યૂ ઓફર (Only For You Offer) અંતર્ગત નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ ઓફરમાં ગ્રાહકને માત્ર 352 રૂપિયાના રિચાર્જ પર 56GB ડેટા અને અનલિમિટેડ કોલ્સ મળી રહ્યા છે. તમને જણાવીએ કે આ ઓફર ઓપન માર્કેટ ઓફર નથી. આ ઓફર માત્ર અમુક જ વોડાફોન યૂઝર્સને જ મળી રહી છે.
જો આ ઓફરની તુલના રિલાયન્સ જિઓની પ્રાઈમ મેમ્બરશિપ ઓફર સાથે આવતા 303 રૂપિયાની કિંમતના પ્લાનની કરવામાં આવે તો વોડાફોનની આ ઓફર રિલાયન્સ જિઓની ઓફરથી અડધી કિંમતમાં મળી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -