14 જાન્યુઆરીએથી પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકશો સસ્તુ સોનું? જાણો કયા-કયા ફાયદોઓ મળશે?
ઘરમાં સોનું ખરીદી રાખવાને બદલે જો તમે ‘સોવરેન ગોલ્ડ બોન્ડ’માં રોકાણ કરશો તો તમને ટેક્સમાંથી પણ બચત કરી શકો. ‘સોવરેન ગોલ્ડ બોન્ડ’ સોનાની કિંમત માર્કેટ સાથે જોડાયેલી છે. જો બજારમાં સોનાના ભાવ બજારમાં વધે તો તમારું રોકાણ આપોઆપ ઉપર જશે. ગોલ્ડ ઈટીએફની સરખામણીએ અહીં તમારે વાર્ષિક દરે કોઈ વધારે ચાર્જ પણ ચૂકવવા નહીં પડે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે નાણામંત્રી અરૂણ જેટલીએ ટ્વિટ કરીને રોકાણકારોને જણાવ્યું હતું કે, જો તમે ઓનલાઈન સપ્લાય કરો છો અને ડીજીટલી પેમેન્ટ કરો છો તો આ બોન્ડ ઉપર તમને રૂ. 50ની છૂટ મળશે. આ યોજનાની શરૂઆત નવેમ્બર 2015માં થઈ હતી. જેનો ઉદેશ સોનાની માંગ ભૌતિક સ્વરૂપે ઓછી કરીને સોનાની ખરીદી ઓછી કરી તેનો ઉપયોગ બોન્ડ મારફતે ઘરેલું બચત મારફત નાણાંકીય બચત માટે કરવાનો હતો.
જો સોનાની કિંમતો ઘટે તો ગોલ્ડ બોન્ડ ઉપર નકારાત્મક વળતરનો સામનો કરવો પડે. આ અસ્થિરતા ઓછી કરવા માટે સરકાર લાંબી અવધિના બોન્ડ જારી કરી રહી છે. જેમાં રોકાણની મુદત 8 વર્ષની છે પરંતુ તમે 5 વર્ષમાં તમારા પૈસા પાછા મેળવી શકો છો અને આ 5 વર્ષમાં પૈસા કાઢતી વખતે ‘કેપિટલ ગેન ટેક્સ’ પણ લગાવવામાં આવશે નહીં.
સરકારની ‘ગોલ્ડ બોન્ડ’ સ્કીમ ફરીથી શરૂ થવા જઈ રહી છે. આ સ્કીમની ખાસ વાત એ છે કે સરકાર તમને ખરીદી કરાયેલા સોના ઉપર વ્યાજ પણ આપશે. સરકારે રિઝર્વ બેંક (આરબીઆઇ) સાથે પરામર્શ કર્યા બાદ ‘Gold Bond Scheme’ શરૂ કરી છે.
આ સ્કીમ હેઠળ ઈનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ ઉપર 2.5% વાર્ષિક વ્યાજ મળશે. આ વખતના બોન્ડની કિંમત રૂ. 3214 પ્રતિગ્રામ નક્કી કરવામાં આવી છે. આ બોન્ડ્સ તમે બેંકો, સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, પ્રમાણિત પોસ્ટ ઓફિસ તથા માન્યતા પ્રાપ્ત શેરબજારો-નેશનલ સ્ટોક એક્સચેન્જ તથા બીએસસી દ્વારા મેળવી શકો છો.
આ સ્કીમ 14 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધી ચાલશે. આ યોજના હેઠળ ‘ગોલ્ડ બોન્ડ’માં રોકાણ કરનારાઓને વ્યાજ પણ મળશે. ભારત બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ દ્વારા છેલ્લા ત્રણ દિવસ 999 શુદ્ધતા વાળા સોનાની કિંમતો આપવામાં આવી છે જેના આધારે આ બોન્ડની કિંમત રૂપિયામાં નક્કી થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -