જાપાનમાં લોન્ચ થઈ સુઝુકીની નવી કાર Wagon R, જાણો કિંમત અને ફીચર્સ
ભારતમાં આ કાર વેગનઆર સ્ટિંગ રે નાં નામથી વેચવામાં આવશે. જેની કિંમત રૂ. 4.5 લાખ (બેઝ વેરિયન્ટ) થી રૂ. 5.5 લાખ હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅવું પણ માનવમાં આવી રહ્યું છે કે ભારતમાં આ કાર અગાઉનાં ફીચર્સ અને લાંબા બોનેટ સાથે લોન્ચ થઈ શકે છે. ટ્રાન્સમિશનની બાબતમાં આ કારમાં CVT (continuously variable transmission)ની જગ્યા AMT (automated manual transmission) આપવામાં આવશે.
ભારતમાં આ કારને ખરીદનારને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવી છે.
WagonR 2017માં 660ccનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 51bhp પાવર અને 60Nm ટોર્ક જનરેટ કરે છે. આ કાર CVT ટ્રાન્સમિશન સાથે આવશે અને તેમા 2WD અને 4WD (Four-wheel drive) બન્ને ઓપ્શન હશે.
આ કાર FA, FX હાઇબ્રિડ અને FZ હાઈબ્રિડ વેરિઅન્ટ્સમાં મળશે, સાથે જ કારમાં AWDનો ઓપ્શન પણ મળશે.
સુઝુકી વેગનઆરનું નવું ફેસલિફ્ટ વર્ઝન જાપાનમાં લોન્ચ કરવામાં આવી છે. તેને 2017 એડિશન ટેગની સાથે ત્રણ વેરિઅન્ટમાં બજારમાં ઉતારવામાં આવી છે. કારની ડિઝાઈનમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -