નીતા અંબાણીએ કર્યા સિદ્ધિ વિનાયકના દર્શન, આપ્યું આકાશની સગાઈનું આમંત્રણ, જુઓ તસવીરો
અહેવાલ મુજબ વર્ષના અંતે આકાશ અને શ્લોકા લગ્નના બંધનમાં બંધાશે.
જે બાદ એન્ટેલિયામાં પ્રી એન્ગેજમેન્ટ પાર્ટી આપવામાં આવી હતી. જેમાં અનેક સેલિબ્રિટી હાજર રહ્યા હતા.
24 માર્ચના રોજ આકાશ-શ્લોકાની ગોવામાં પ્રી એન્ગેજમેન્ટ સેરેમની થઈ હતી. જેમાં આકાશ અને શ્લોકાનું શાનદાર ફોટશૂટ થયું હતું.
ડિજિટલ કાર્ડમાં બેકગ્રાઉન્ડ મ્યૂઝિક સુપરહિટ ફિલ્મ કાઇપોછેના ગીત સાથે થાય છે. શ્લોકા અને આકાશની સગાઈનું વેન્યૂ એન્ટીલિયા હશે.
કાર્ડની શરૂઆત શ્લોકા અને આકાશ અંબાણીની તસવીર તથા SA (શ્લોકા-આકાશ)ના લોગો સાથે થાય છે.
ડિજિટલ કાર્ડમાં શ્લોકા અને આકાશ અંબાણીની તસવીરો સાથે મહેમાનોને સગાઈની તારીખ અને સમય અંગે જાણ કરવામાં આવી છે.
મહેમાનોને આમંત્રણ આપવા માટે સ્પેશિયલ ડિજિટલ કાર્ડ બનાવવામાં આવ્યું છે. આ કાર્ડની તસવીર બે દિવસ પહેલા વાયરલ થઈ હતી.
નીતા અંબાણી દીકરાની સગાઈનું આમંત્રણ આપવા બુધવારે રાત્રે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરમાં પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે નાનો દીકરો અનંત પણ હતો.
મુંબઈઃ દેશના ટોચના ઉદ્યોગપતિ અને સૌથી ધનવાન વ્યક્તિ એવા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીની સગાઈ 30 જૂનના રોજ ડાયમંડ કારોબારી રસેલ મહેતાની દીકરી શ્લોકા સાથે મુંબઈમાં થશે.
સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણપતિ દાદાને આકાશ અને શ્લોકાની સગાઈનું આમંત્રણ કાર્ડ આપતાં નીતા અંબાણી અને અનંત અંબાણી.