કેરળ માટે આગળ આવ્યો અંબાણી પરિવાર, અનેક રાજ્યો કરતાં પણ વધારે મદદ કરી
લગભગ 2.6 મેટ્રિક ટન વજનની રાહત સામગ્રી મહારાષ્ટ્ર સરકારને આપવામાં આવી છે, જેને હવાઈમાર્ગે કેરળ પહોંચાડવામાં આવશે. કેરળના પુર પ્રભાવિત લોકો માટે કપડાની 7.5 લાખ જોડી, 1.50 લાખ જોડી બૂટ-ચપ્પલની જોડી અને રાશન મોકલવામાં આવી રહ્યું છે. રાહત કાર્ય માટે રિલાયન્સ રિટેલની તરફથી લગભગ 50 કરોડનો સામાન આપવામાં આવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિલાયન્સ ફાઉન્ડેશને 15 હજાર પ્રભાવિત પરિવારોની ઓળખ કરી છે, આવનારા દિવસોમાં તેમને રાશન, વાસણ, રહેવાની જગ્યા, કપડા-જૂતા ઉપલ્બધ કરાવવામાં આવશે. સામગ્રી રિલાયન્સ રિટેલની મદદથી સપ્લાઈ કરવામાં આવશે. રિલાયન્સ રિટેલની તરફથી સરકાર દ્વારા સંચાલિત 160 રિલીફ કેમ્પ્સમાં રેડી ટૂ ઈટ ફૂડ, ગ્લૂકોઝ અને સેનિટરી નેપ્કિન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર 14 ઓગસ્ટ 2018થી રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમ છ સૌથી પ્રભાવિત જિલ્લાઓમાં રાહત કાર્યની કામગીરી કરશે. ટીમ રિલાયન્સ ફાઉન્ડેશન ઈનફોર્મેશન સર્વિસેજ (RFIS)નો ઉપયોગ કરી અસ્થાઈ શેલ્ટર્સના મોસમ અને લોકેશનની જરૂરી જાણકારી અપડેટ કરી પોતાનું સહયોગ આપી રહી છે. આને પ્રદેશ આપત્તિ અધિકારીઓને ટોલ-ફ્રિ હેલ્પલાઈન નંબર પણ ઉપલબ્ધ કરાવ્યા છે.
નવી દિલ્હીઃ કેરળમાં પૂર પીડિતોની મદદ માટે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આગળ આવી છે. રિલાયન્સ ફાઉન્ડેશને પૂર પીડિતોની મદદ માટે કેરળ મુખ્યમંત્રી રાહત કોષમાં 21 કરોડ રૂપિયા દાન આપ્યું છે અને સાથે જ રિલાયન્સ રિટેલ દ્વારા અંદાજે 50 કરોડ રૂપિયાની રાહત સામગ્રી મોકલી છે. મંગળવારે રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી આ જાણકારી આપવામાં આવી છે.
રિલાયન્સ ફાઉન્ડેશનની ચેયરપર્સન નીતા અંબાણીએ કહ્યું, કેરળમાં અમારા ભાઈ-બહેનો એક ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યાં છે. એવામાં એક જવાબદાર કોર્પોરેટ ફાઉન્ડેશન અને ભારતીય હોવાના સંબંધે અમારી જવાબદારી છે કે, અમે બચાવ, રાહત અને પુનર્વાસ માટે પ્રદેશની મદદ કરીએ. રિલાયન્સ ફાઉન્ડેશન પોતાની તરફથી કેરલ મુખ્યમંત્રી રાહત કોષમાં 21 કરોડ રૂપિયા આપી રહ્યું છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં રિલાયન્સ ફાઉન્ડેશન કેરળ સાથે ઉભું છે. પ્રદેશમાં જ્યારે સુધી પરિસ્થિતિ સામાન્ય થઈ જતી નહી ત્યાર સુધી અમે ત્યા કામ કરીશું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -