નીતા અંબાણીએ આકાશના લગ્નને લઈ આપ્યો આવો જવાબ, જાણો શું કહ્યું
ઉપરાંત શ્લોકા ConnectForની સહ સ્થાપક પણ છે. આ સંસ્થા એનજીઓને વોલન્ટિયર્સની સાથે જોડવાનું કામ કરે છે.
તાજેતરમાં જ એવા અહેવાલ આવ્યા હતા આકાશ અંબાણીના ચાલુ વર્ષે શ્લોકા મહેતા સાથે લગ્ન થઈ શકે છે. રિપોર્ટમાં જણાવાયું હતું કે, દેશના ટોચના ધનાઢ્યો પૈકીના એક મુકેશ અંબાણીના દીકરા આકાશના લગ્ન હીર કારોબારી રસેલ મહેતાની સૌથી નાની દીકરી શ્લોકા સાથે લગ્ન કરી શકે છે.
થોડા મહિના પહેલા ફેશન ડિઝાઈનર અબુ જાની, સંદીપ ખોસલાએ આકાશની બહેન ઇશા અંબાણી અને શ્લોકા મહેતાની તસવીર ટ્વિટર પર શેર કરી હતી. જેને લઈને મીડિયામાં અનેક ચર્ચાઓ પણ થઈ હતી.
તેણે 2004થી 2009ની વચ્ચે ધીરૂભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલથી અભ્યાસ કર્યો છે. મીડિયા અહેવાલ અનુસાર આકાશ અને શ્લોકાની મુલાકાત સ્કૂલમાં જ થઈ હતી.
કાર્યક્રમમાં નીતા અંબાણીએ નાના દીકરા અનંતના વજન ઘટાડવા અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર અનંતને લોકો ચીઢવતા હતા, જે બાદ તેણે વજન ઓછું કરવાનો નિર્ણય કર્યો. આ દરમિયાન અનંત દરરોજ 23 કિલોમીટર દોડતો અને ડાઇટ ફોલો કરતો હતો. તેણે 118 કિલો વજન ઓછું કર્યું છે.
મુંબઈઃ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ એક કાર્યક્રમમાં તેમના બાળકો અંગે ખુલીને વાત કરી હતી. કાર્યક્રમમાં તેમને આકાશ અંબાણીના લગ્ન અંગે પૂછવામાં આવ્યું હતુ. જેનો જવાબ આપતાં નીતાએ કહ્યું કે, મુકેશ અને મેં મારા બાળકોને તેમના જીવનસાથી પસંદ કરવાની છૂટ આપી છે. જ્યારે પણ મારો દીકરો તેના મનપસંદ પાત્ર સાથે લગ્ન કરવા માંગશે ત્યારે અમે તેના નિર્ણયનું સ્વાગત કરીશું.
રોઝી બ્લ્યુ ડાયમન્ડના માલિક રસેલ મહેતા અને અંબાણી પરિવાર વચ્ચે લાંબા સમયથી ઘરોબો છે તેમજ આકાશ અને શ્લોકા બંને ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણ્યાં હોવાથી એકમેક સાથે જૂનો પરિચય ધરાવે છે. શ્લોકા મેહતા એન્ટરપ્રેન્યોર છે. હાલમાં તે હીરા કારોબાર સાથે જોડાયેલ રોજી બ્લૂ ફાઉન્ડેશનની ડાયરેક્ટર છે.