Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
પેટ્રોલ 10 ટકા સસ્તુ થઈ જશે! જો સરકાર લાગુ કરશે આ યોજના
આ પ્રસ્તાવ અંગ્રેજી દૈનિક ઈકોનોમિક ટાઈમ્સ સાથે વાત કરતાં સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ (સિયામ)ના ડાયરેક્ટર વિષ્ણુ માથુરે કહ્યું કે, ‘ઈન્ડસ્ટ્રીએ પહેલા એ જોવું પડશે કે તેના માટે એન્જિનમાં કેટલો ફેરફાર કરવો પડશે. આજે ફોર વ્હીલરની જે પણ ગાડીઓ બની રહી છે, તેમાં 18-20 ટકા સુધી બ્લેન્ડેડ ફ્લુઅલનો ઉપયોગ થઈ શકે છે. તે એથેનોલ મિક્સ્ડ પેટ્રોલ માટે છે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ જો પેટ્રોલમાં 12 ટકા મેથેનોલ ભેળવવાનું ફરજિયાત કરવામાં આવે તો દર મહિને પેટ્રોલ ખર્ચમાં 10 ટકા સુધીનો ઘટાડો આવી શકે છે. નીતિ આયોગે આ પ્રસ્તાવને કેબિનેટને મોકલ્યો છે. મીડિયા અહેવાલ અનુસાર, નીતિ યાગોગે મિથેનોલ ઈકોનોમી માટે મહત્ત્વકાંક્ષી યોજના બનાવી છે.
નીતિ આયોગના રોડમેપ અનુસાર આગામી વર્ષ 2030 સુધી ક્રૂડ ઓઈલની આયાત પર થતાં ખર્ચમાં વાર્ષિક 100 અબજ ડોલરના કાપની વાત કહેવામાં આવી છે. આયોગે કહ્યું કે, 15 ટકા બ્લેન્ડેડ ફ્લુઅલને અપનાવવા પર જ તે શક્ય બનશે.
હાલમાં દેશમાં 10 ટકા સુધી એથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ વેચવાની મંજૂરી છે. એથેનોલની કિંમત હાલમાં 42 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે મેથેનોલની કિંમત 20 રૂપિયા પ્રતિ લીટરથી પણ ઓછી રહેવાનો અંદાજ લગાવાયો છે. એવામાં પેટ્રોલમાં 15 ટકા મેથેનોલ મિક્સ કરવા પર પેટ્રોલની કિંમતમાં 10 ટકાનો ઘટાડો થઈ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -