ATMમાંથી રૂપિયા કાઢવાની લિમિટ મુદ્દે RBIએ કરી મોટી જાહેરાત, જાણો શું કહ્યું
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Jan 2017 05:49 PM (IST)
1
બીજી તરફ કરન્ટ એકાઉન્ટ પર એક સપ્તાહમાં 50 હજાર રૂપિયા વધારીને એક લાખ રૂપિયા વિડ્રોલ લિમિટ કરવામાં આવી હતી.આ અગાઉ 1,જાન્યુઆરી 2017ના રોજ દરરોજની 2500 રૂપિયાની લિમિટને વધારીને 4500 કરવામાં આવી હતી.
2
આરબીઆઇએ જણાવ્યું હતું કે એટીએમ અને કરન્ટ એકાઉન્ટ્સમાંથી રૂપિયા કાઢવાની લિમિટની સમીક્ષા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે હાલમાં એટીએમમાંથી એક દિવસમાં 10 હજાર રૂપિયા કાઢી શકવાની મર્યાદા છે. સપ્તાહમાં 24000 હજાર રૂપિયા કાઢી શકાય છે.
3
નવી દિલ્લીઃ ભારતીય રિઝર્વ બેન્કે એક ફેબ્રુઆરીના રોજ એટીએમમાંથી રૂપિયા કાઢવાની મર્યાદા ખત્મ કરવાનો નિર્ણય કર્યો છે. તે સિવાય કરન્ટ એકાઉન્ટ અને ઓવરડ્રાફ્ટ એકાઉન્ટથી કેશ વિડ્રોલની લિમિટ આજથી હટાવી લેવામાં આવી છે. આરબીઆઇએ જણાવ્યું હતું કે બચત એકાઉન્ટમાંથી એક વખતમાં 10 હજાર રૂપિયા કાઢવાની મર્યાદા રાખવામાં આવી છે.