આ વર્ષે અનિલ અંબાણી નહીં લે પગાર અને કમીશન, RCOM પર ભારે ઋણને પગલે કર્યો નિર્ણય
પ્રથમ વખત વાર્ષિક નુકસાન અને શેરના ભાવમાં ઘટાડાને કારણે રિલાયન્સ કોમ્યુનિકેશન મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. તે ઉપરાંત રિલાયન્સ કોમ્યુનિકેશને એકવાર ફરી કહ્યું કે એરસેલ અને બ્રૂકફિલ્ડના મર્જરની પ્રક્રિયા 30 સપ્ટેમ્બર સુધી પૂર્ણ થઈ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ રિલાયન્સ કોમ્યુનિકેશન્સના અધ્યક્ષ અનિલ અંબાણી ચાલુ નાણાંકીય વર્ષમાં કોઈ પગાર અથવા કમીશન નહીં લે કારણ કે કંપની પર ભારે દેવું અને ક્રેડિટ રેટિંગ ઘટવાનો સામનો કરી રહી છે. રિલાયન્સ કોમ્યુનિકેશને બુધવારે એક નિવેદન જાહેર કરી કહ્યું કે નિર્ણય કંપની પ્રમોટર્સની તરફથી લેવાયો છે. કંપનીના સ્ટ્રેટજિક ટ્રાન્સફોર્મેશન માટે નિર્ણય લેવાયો છે.
તે ઉપરાંત આરકોમની મેનેજમેન્ટ ટીમ પણ તેમનો 21 દિવસનો પગાર પડતો મૂકશે. દેશની ચોથી સૌથી મોટી ટેલિકોમ કંપનીએ કહ્યું કે પગલું ડિસેમ્બર 2017 સુધી ઉઠાવાશે. રિલાયન્સ કોમ્યુનિકેશન પર બાકીની લોન ચૂકવવા માટે બેન્કો તરફથી સાત મહિનાનો સમય મળ્યા બાદ કંપનીએ નાણાં બચાવવાની કવાયત શરૂ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -