વિજય માલ્યાએ ભારતીય અધિકારીઓ પર કર્યો કટાક્ષ, કહ્યું- તમે અબજો પાઉન્ડના સપના જોતા રહો
લંડનના ધ ઓવલ સ્ટેડિયમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચને જોવા માટે ભાગેડુ વિજય માલ્યા મેચ જોવા પહોચ્યા હતા. વિજય માલ્યા પહોચતા જ સ્ટેડિયમ બહાર ભારતીયોએ 'ચોર-ચોર'ની બૂમો પાડી હતી. જે સમયે માલ્યા સ્ટેડિયમ બહાર પહોચ્યા ત્યારે લોકોએ 'દેખો ચોર આ ગયા, ચોર' કહી માલ્યા તરફ ઇશારો કર્યો હતો. જોકે, માલ્યાએ ભીડની આ વાત પર કઇ પ્રતિક્રિયા આપી ન હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા એપ્રિલમાં સુનાવણી થઇ હતી. ત્યારે સ્કોટલેન્ડ યાર્ડે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે ધરપકડના ત્રણ કલાકમાં જ માલ્યાને 4.5 કરોડ રૂપિયાના બોન્ડ અને પાસપોર્ટ જમા કરાવવાની શરત પર જામીન આપ્યા હતા.
ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચ દરમિયાન લોકોએ હુરિયો બોલાવ્યો હતો એ અંગે પ્રતિક્રિયા આપતા માલ્યાએ કહ્યું હતું કે, ધ ઓવલ સ્ટેડિયમ બહાર ટોળાંએ મને ચોર નહોતો કહ્યો. બે દારૂડિયા ચોર ચોરની બૂમો પાડી રહ્યા હતા. અન્ય હાજર લોકો મને મળવા આવી પહોંચ્યા હતા અને મારા ખબર અંતર પૂછ્યા હતા.
વિજય માલ્યા મંગળવારે એક્સ્ટ્રાડીશન (પ્રત્યાર્પણ)ના કેસની સુનાવણી માટે લંડનના વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં પહોંચ્યા હતા. હવે માલ્યા 6ઠ્ઠી જુલાઈના રોજ ફરીથી કોર્ટમાં હાજર રહેશે. કોર્ટમાં હાજરી આપવા પહોંચેલા માલ્યાએ મીડિયાને કહ્યું, “મારે કંઇપણ કહેવું નથી. હું તમામ આરોપોનો ઇન્કાર કરું છું. હું કોઇપણ અદાલતથી ભાગી નથી રહ્યો.”
નવી દિલ્હી/લંડનઃ અનેક બેંકોને 9000 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવનાર અને ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાએ મંગળવારે એવો દાવો કર્યો કે તેની પાસે પુરતા પુરાવા છે અને પોતનો નિર્દોશ છે. સાથે જ તેણે ભારતીય અધિકારીઓ પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે, તમે અબજો પાઉન્ડના સપતા જોતા રહો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -