સબસિડી વગરના LPG સિલિન્ડરની કિંમતમાં 86 રૂપિયાનો વધારો, 2 મહિનામાં 152 રૂપિયા મોંઘો થયો LPG
પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આ વખતે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 71.14 રૂપિયા છે. જ્યારે મુંબઈમાં સૌધી વધારે 77.46 રૂપિયા પ્રતિ લિટર છે. ડીઝલની વાત કરીએ તો દિલ્હીમાં 59.02 રૂપિયા પ્રતિ લિટર છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં છેલ્લે ફેરફાર 2 જાન્યુઆરીએ કરવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાન્યુઆરીથી અત્યાર સુધી કિંમતમાં 152.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો છે. જાન્યુઆરીમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ગેસની કિંમતમાં સામાન્ય વધારો કર્યો હતો. ત્યાર બાદ ફેબ્રુઆરીમાં અચાનક 66.50 રૂપિયા વધાર્યા હતા. જ્યારે આ વખેત કિંમતમાં 86 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, સબસિડીવાળા સિલિન્ડરની કિંમતમાં કોઈ ખાસ વધારો કરવામાં આવ્યો નથી.
નવી દિલ્હીઃ મોંઘવારીનો માર સહન કરતા લોકો પર ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ વધુ એક ઝાટકો આપ્યો છે. ઇન્ડિયન ઓઈલએ સબસિડી વગરના સિલિન્ડરની કિંમતમાં 86 રૂપિયાનો વધારો કર્યો છે. દિલ્હીમાં 14 કિલો વજનવાળા સિલિન્ડરની કિંમત 737.50 રૂપિયા થઈ ગઈ છે જે પહેલા 651.50 રૂપિયા હતી. કિંમતમાં વધારો આજ મધરાત (1 માર્ચ)થી લાગુ થઈ ગયો છે. તમને જણાવીએ કે ગેસની કિંમતમાં ચાલુ વર્ષે ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે. જોકે, પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -