Jio પ્રાઈમ મેમ્બરશિપ આજથી શરૂ, 2018 સુધી હેપ્પી ન્યૂ યર ઓફરનો લાભ લેવા આમ કરો એક્ટિવ
જિઓ પ્રાઈમ ઓફરમાં યૂઝરને કોઈ બેલેન્સ કે ઇન્ટરનેટ ડેટા નહીં મળે પરંતુ 2018 સુધી આ ઓફરની વેલિડિટી મળશે. ત્યારબાદ 31 માર્ચ પછી યૂઝર્સે દર મહિને રૂપિયા 303નું રિચાર્જ કરાવવું પડશે. જેનાથી સિમ પર હેપ્પી ન્યૂ યર એક્ટિવ થઈ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિઓ પ્રાઈમ મેમ્બરશિપને યૂઝર્સ My Jio એપની સાથે કંપનીની સત્તાવાર વેબસાઇટ અને સ્ટોર પરથી પણ લઈ શકાય છે. પ્રી-પેઈડ સિમ યૂઝર્સે 99 રૂપિયા આપીને રજિસ્ટ્રેશન લેવું પડશે. ત્યાર બાદ સિમ પર જિઓ પ્રાઈમ ઓફર એક્ટિવ થઈ જશે.
જિઓના ચેરમેન મુકેશ અંબાણીએ એવું સ્પષ્ટ કરી ચૂક્યાં છે કે 1 એપ્રિલથી જિઓ યૂઝર્સે ડાટા માટે પૈસા ખર્ચવા પડશે. જો કે એમને ઓછા પૈસામાં વધારે ફાયદો આપવાની વાત પણ એમણે કરી છે. આ મેમ્બરશિપ લીધા પછી યૂઝર્સ હેપ્પી ન્યૂ યર ઓફરનો લાભ 31 માર્ચ, 2018 એટલે કે આગામી એક વર્ષ સુધી લઇ શકશે. આગળ વાંચો કેવી રીતે એક્ટિવ કરશો પ્રાઈમ મેમ્બરશિપ.
આજથી એટલે કે 1 માર્ચથી 31 માર્ચે પૂરી થતી હેપ્પી ન્યૂ યર ઓફરનો લાભ 31 માર્ચ 2018 સુધી લેવાની પ્રોસેસ શરૂ થઇ જશે. જિઓએ જે પ્રાઈમ એનરોલમેન્ટ મેમ્બરશિપ શરૂ કરી છે તેને યૂઝર્સ 1થી 31 માર્ચ સુધીમાં લઇ શકશે. આવામાં એ યૂઝર્સ જે પ્રી પેઈડ સિમનો ઉપયોગ કરતાં હોય એમણે આ મેમ્બરશિપનો ખાસ ખ્યાલ રાખવો પડશે.
આનાથી યૂઝરને હેપ્પી ન્યૂ યરમાં મળતી બધી સુવિધાઓ મળશે. જેમાં અનલિમિટેડ ડેટાની સાથે 1જીબી 4જીની સ્પીડથી મળશે. તેની સાથે સાથે આખો મહિનો અનલિમિટેડ વોઈસ કોલિંગ ઉપરાંત ફ્રી રોમિંગ અને એસએમએસની સુવિધા પણ આપવામાં આવશે.
આ રિચાર્જ પછી યૂઝર રાતના 2થી 5 વાગ્યા દરમિયાન 4જીની સ્પીડે અનલિમિટેડ ડેટા યૂઝ કરી શકશે. યૂઝરને જિઓની પ્રીમિયમ એપ્સ જેનો ખર્ચો દર મહિને 10 હજારરૂપિયા આવે છે તે તદ્દન ફ્રી આપવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -