નોન સબસિડાઈઝ્ડ LPG સિલિન્ડર 92 રૂપિયા સસ્તું, સબસિડીવાળા ગેસના ભાવ વધ્યા
ઉપરાંત સબસિડીવાળા કેરોસીનની કિંમત પણ 26 પૈસા પ્રતિ લિટર વધારવામાં આવી છે. સરકારનો ટાર્ગેટ દર મહિને 25 પૈસા પ્રતિ લિટર વધારો કરીને કેરોસીન પર મળતી સબસિડી ખત્મ કરવાનો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કર્યા બાદ બવે સબસિડીવગરના એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો જ્યારે સબસિડીવાળા ગેસની કિંમતમાં વધારો કર્યો છે. નોન સબસિડાઈઝ્ડ સિલિન્ડર 92 રૂપિયા સસ્તું થઈ ગયું છે. જ્યારે સબસિડીવાળા સિલિન્ડર માટે 1.87 રૂપિયા વધારે આપવા પડશે. આ પહેલા 1 એપ્રિલે ગેસની કિંમતમાં 14.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. નવી કિંમત આજથી લાગુ થઈ ગઈ છે.
દિલ્હીમાં હવે તમને 14.2 કિલો ગેસવાળા એલપીજી સિલિન્ડર માટે 631 રૂપિયા ખર્ચ કરવાના રહેશે જે પહેલા 723 રૂપિયા હતા. વિતેલા એક મહિનામાં આ બીજી વખત છે જ્યારે ગેસની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઉપરાંત કંપનીએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ 144.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે 19 કિલોવાળા સિલિન્ડરની કિંમત 1121 રૂપિયા રાખવામાં આવી છે. આ પહેલા 30 એપ્રિલના રોજ ઓઈલ કંપનીઓ ડીઝલમાં 44 પૈસા અને પેટ્રોલમાં 1 પૈસાનો વધારો કર્યો છે.
આઈઓસીએ એવિએશન ટરબાઈન ફ્યૂઅલ (એટીએફ)ની કિંમત વધારી છે. દિલ્હીમાં જેટ ફ્યૂઅલ 214 રૂપિયા (સ્ટેટ લેવી મળીને) વધારીને 51696 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગયું છે. કોલકાતામાં જેટ ફ્યૂઅલની કિંમત વધારીને 56430, મુંબઈમં 51110 અને ચેન્નઈમાં 54505 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. અલગ અલગ રાજ્યોમાં પેટ્રોલિયમ કિંમતમાં ફેરફાર ત્યાંના અલગ અલગ સ્ટેટ ટેક્સ અનુસાર છે. એરલાઈન્સે ઓપરેટિંગ કોસ્ટમાં જેટ ફ્યૂઅલની હિસ્સેદારી 40 ટકા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -