SBIની ટર્મ ડિપોઝિટ પર મળશે ઓછું વ્યાજ, બેંકે FDના રેટમાં 0.5 ટકાનો ઘટાડો કર્યો
SBIએ ટૂંકાગાળની એફડીમાં 7 દિવસથી લઈને 2 વર્ષ સુધીના ગાળા માટેના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. તમને જણાવીએ કે, SBI 455 દિવસની ટર્મ ડિપોઝિટ પર સૌથી વધારે 6.9 ટકા વ્યાજ આપે છે. ઉપરાંત બેંકે MCLR આધારિત લોનના દરમાં પણ કોઈ ફેરફાર કર્યો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવા રેટ અનુસાર હવે બે વર્ષથી વધારે અનેત્રણ વર્ષથી ઓછા સમયની એફડી પર 6.75 ટકાની જગ્યાએ 6.25 ટકા વ્યાજ મળશે. આ જ સમયની એફડી માટે વરિષ્ટ નાગરિકોને હવે 7.25ની જગ્યાએ 6.75 ટકાવ્યાજ મળશે. જ્યારે 3 વર્ષથી 10 વર્ષની ટર્મ ડિપોઝિટના વ્યાજમાં એસબીઆઈએ 0.25 ટકાનો ઘટાડો કરીને 6.5 ટકા કર્યા છે.
મુંબઈઃ દેશનીસૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ જુદી જુદી મેચ્યોરિટીવાળી ટર્મ ડિપોઝિટના વ્યાજ દરમાં 0.5 ટકાનો ઘટાડો કર્યો છે. એક કરોડ રૂપિયાથી ઓછી રકમની ટૂંકાગાળાની અને લાંબાગાળાની એફડીના વ્યાજ દરમાં આ ઘટાડો કરવામાં આવ્યો છે. નવા દર 29 એપ્રિલથીલાગુ થઈ ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -