ભારતમાં એક પણ ઈ-વોલેટ કે બેન્કિંગ એપ સુરક્ષિત નથી, જાણો કોણે કર્યો આ ખુલાસો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Dec 2016 10:56 AM (IST)
1
ક્વાલકોમના સીનિયર ડાયરેક્ટર પ્રોડક્ટ મેનેજરનું કહેવું છે કે, વિશ્વભરના મોટાભાગની બેન્કિંગ અને વોલેટ એપ્સ હાર્ડવેર સિક્યોરિટીનો ઉપયોગ નથી કરતી. તે સંપૂર્ણ રીતે એન્ડ્રોઈડ મોડમાં ચાલે છે અને યૂઝર્સના પાસવર્ડને સરળતાથી ચોરી શકાય ચે. યૂઝર્સને ફિંગરપ્રિન્ટ્સને પણ કેપ્ચર કરી શકાય છે. ભારતમાં ડિજિટલ વોલેટ્સ અને મોબાઈલ બેન્કિંગ એપ્સ માટે આ મોટો ચિંતાનો વિષય છે.
2
કંપનીનું કહેવું છે કે, ભારતમાં કોઈપણ ઈ-વોલેટ અને મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશન ઓનલાઈન લેવડ દેવડ વધારે સુરક્ષિત રાખવામાં આવી શકે તેવા હાર્ડવેર લેવલ સિક્યોરિટીનો ઉપયોગ નથી કરતાં.
3
નવી દિલ્હીઃ એક બાજુ કેન્દ્ર સરકાર દેશમાં મોબાઈલ ફોન દ્વારા ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવા પર ભાર મુકી રહી છે, પરંતુ ચિપસેટ મેકર કંપની ક્વાલકોમનું કહેવું છે કે ભારતમાં કોઈપણ મોબાઈલ એપ સુરક્ષિત નથી.