✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નોટબંધીઃ ડિજિટલ પેમેન્ટ સાથે જોડાયેલ કોઈપણ મુશ્કેલીનો નીવેડો લાવશે આ હેલ્પલાઈન નંબર, સેવ કરી લો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Dec 2016 10:57 AM (IST)
નોટબંધીઃ ડિજિટલ પેમેન્ટ સાથે જોડાયેલ કોઈપણ મુશ્કેલીનો નીવેડો લાવશે આ હેલ્પલાઈન નંબર, સેવ કરી લો
1

સોફ્ટવેર સંવા કંપનીઓના સંગઠન નાસકોમ (NASSCOM) અધ્યક્ષ આર ચંદ્રશેખરે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું, સરકારે દેશભરમાં લોકોની મદદ માટે નાસકોમની મદદ માગી હતી. અમે તેમને દેશવ્યાપી હેલ્પલાઈન નંબરનો આગ્રહ કર્યો, ટેલીકોમ વિભાગે 14444 નંબર જારી કર્યો છે. અમે મદદ માટે કોલસેન્ટર સ્થાપિત કરી રહ્યા છીએ. જેના પર હાલમાં કામ ચાલી રહ્યું છે.

2

હવે જાહેરાત કરવામાં આવી છે કે દેશવ્યાપી ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર '14444' શરૂ કરવામાં આવશે જે લોકોને કેશલેસ લેવડ દેવડ પ્રત્યે શિક્ષિત કરશે અને જરૂરી મદદ ઉપલબ્ધ કરાવશે. આ ટોલફ્રી નંબર એક સપ્તાહની અંદર શરૂ થવાની સંભાવના છે.

3

હાલમાં જ ડિજિટલ પેમેન્ટને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મંત્રાલયે એક ટીવી ચેનલ ડિજિશાલા શરૂ કરી જે દૂરદર્શનના ડીટીએચ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે. તેવી જ રીતે એક વેબસાઈટ કેશલેસઇન્ડિયા પણ શરૂ કરવામાં આવી છે.

4

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 8 નવેમ્બરના રોજ 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટબંધીની જાહેરાત બાદ દેશમાં કેશલેસ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા એક પછી એક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ જ પ્રયત્ન અંતર્ગત સરકારે વિતેલા દિવસોમાં કાર્ડ પેમેન્ટ પર સર્વિસ ટેક્સ ખતમ કર્યો અને દેશમાં ઇલેક્ટ્રોનિક લેવડ દેવડને પ્રોત્સાહન આપવા નીતિ આયોગે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ)ને કહ્યું કે તેણે સાપ્તાહિક અને ત્રિમાસિક લકી ડ્રોની પુરસ્કારની યોજના દ્વારા લોકોને ડિજિટ ચૂકવણી માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. હવે સરકાર એક નવી હેલ્પલાઈન શરૂ કરવા જઈ રહી છે જેનો નંબર હશે - 14444.

  • હોમ
  • બિઝનેસ
  • નોટબંધીઃ ડિજિટલ પેમેન્ટ સાથે જોડાયેલ કોઈપણ મુશ્કેલીનો નીવેડો લાવશે આ હેલ્પલાઈન નંબર, સેવ કરી લો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.