મોંઘી બનશે ટ્રેન મુસાફરીઃ સેફ્ટીનાં નામે ભાડું વધારવાની તૈયારી, આખરી નિર્ણય બાકી
નાણાં મંત્રાલયે માત્ર ૨૫ ટકા ભંડોળ એકત્ર કરવાની સંમતિ આપી છે. બાકીનું ૭૫ ટકા ભંડોળ તે જાતે જ એકત્ર કરે તેમ કહેવાયું છે. હાલમાં રેલવે મંત્રાલય ભાડામાં વધારો કરવા માગતું નથી કેમ કે મુસાફરોની સંખ્યા ઘટી રહી છે અને તેની સામે એસી-૨ અને એસી-૧ના ભાડા અગાઉથી જ ઊંચા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલાં રેલમંત્રી સુરેશ પ્રભુએ નાણામંત્રી અરુણ જેટલીને પત્ર લખીને સલામતીના વિવિધ કામો માટે ખાસ રાષ્ટ્રીય રેલ સલામતી સુરક્ષા ભંડોળ બનાવવા માટે રૂપિયા ૧,૧૯,૧૮૩ કરોડ ફાળવવાની માગણી કરી હતી. નાણાં મંત્રાલયે રેલવેને એમ કહીને દરખાસ્ત નકારી દીધી હતી કે તે આ ભંડોળની પોતાની રીતે જ વ્યવસ્થા કરી લે. આથી મંત્રાલય પાસે હવે ભાડાં વધારવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી.
નવી દરખાસ્તમાં ટ્રેકને વધુ મજબૂત બનાવવા અને સિગ્નલ પ્રણાલી ઊભી કરવા તેમજ માનવરહિત લેવલ ક્રોસિંગ સંપૂર્ણ નાબુદ કરી દેવા સહિતના સલામતી સંબંધિત અન્ય માર્ગો માટે ફંડ એકત્ર કરવા માટે સિક્યોરિટી સેસ લગાડવાનો સમાવેશ થતો હતો.
નવી દિલ્હીઃ આવનારા દિવસોમાં લોકો માટે ટ્રેનમાં મુસાફરી કરવી મોંઘી બનશે. રેલવે સેફ્ટીનાં નામે ભાડું વધારવાની તૈયારી કરી રહ્યું છે. નાણાં મંત્રાલયે રેલવેની ખાસ સલામતી ભંડોળની દરખાસ્તને રદ કરી દેતાં આ સ્થિતિ સર્જાઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -